ભાસ્કર એક્સક્લુઝિવ:શહેરમાં ઢોરની સમસ્યા અત્યંત વિકરાળ બની: ઢોર હાંકવાના રૂા. 20,00,000

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં રસ્તા પર રખડતા પશુઓથી થતાં અકસ્માત નિવારવા માટે મહાનગરપાલિકાએ 50 રોજમદારોની ભરતી કરી છે, જે રોડ પરથી પશુઓને કાઢવાના કામમાં લાગી ગયા છે. - Divya Bhaskar
જામનગર શહેરમાં રસ્તા પર રખડતા પશુઓથી થતાં અકસ્માત નિવારવા માટે મહાનગરપાલિકાએ 50 રોજમદારોની ભરતી કરી છે, જે રોડ પરથી પશુઓને કાઢવાના કામમાં લાગી ગયા છે.
  • રોડ પરથી પશુઓ હટાવવા કોર્પોરેશને 50 રોજમદારોની ભરતી કરી, 3 મહિના કાર્યરત રહેશે

જામનગર શહેરમાં ઢોરની સમસ્યા વિકરાળ બની ગઈ છે તેમાં પણ ચોમાસુ આવતા જ આ સમસ્યા વધુ વકરે છે મહાપાલિકા પાસે લાંબા ગાળાનું આયોજન ન હોવાથી પૂરની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે હવે ચોમાસું આવતા ઢોર રસ્તા પર આવી જાય જેના માટે કોઈ રસ્તો ન સુજતા પાલિકાએ જાહેર રસ્તા પર 50 કર્મચારીઓને લાકડીઓ સાથે ઉભા રાખ્યા છે જેનું એક દિવસનો ખર્ચ 20,000 રૂપિયા છે.

શહેરમાં ઢોરની સમસ્યા વિકરાળ બની ગઈ છે અત્યાર સુધી અનેક માનવ જિંદગી હણાઇ ચૂકી છે, ઢોર બેફામ થઈને શહેરના તમામ વિસ્તારોમાં રખડી રહ્યા છે આમાં પણ ચોમાસું આવતા આ સમસ્યામાં વધારો થાય છે ચોમાસાની સિઝનમાં ઢોર રસ્તા પર આવી જાય છે, જેના કારણે અકસ્માતનો ભય સૌથી વધુ રહે છે.

આના માટેનું કોઈ રસ્તો ન સૂઝતાં મહાપાલિકા દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગ અને ચોક પર લાકડી ધારી 50 કર્મચારીઓને ઊભા રાખી દીધા છે જેમનું કામ છે કે રસ્તા પર આવતા ઢોરોને ગલીઓ શેરીઓમાં હાંકી કાઢવાના આ કર્મચારીઓને દૈનિક રૂપિયા 452 આપવામાં આવે છે.

સરેરાશ ત્રણ મહિના સુધી આ કર્મચારીઓ શહેરના મુખ્ય માર્ગ અને ચોક પર ઊભા રહેશે અને ઢોર હાકવાનું કામ કરશે તે માટે મનપાના 20 લાખ ઉપરાંતનો ખર્ચો થશે. મહાપાલિકા પોતે પણ જાણે છે કે આ કોઈ કાયમી ઉકેલ નથી પરંતુ અકસ્માત ન થાય તે માટે તેને આના સિવાય કશું સૂઝતું નથી ખરેખર તો મનપા ઢોર સમસ્યા માટે લાંબાગાળાનું આયોજન કરવાની સખત જરૂર છે.

ટેગ લગાવવાની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે
જામનગર મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં પાલતું ઢોર રાખવામાં આવ્યા છે તેની ઓળખ માટે મહાનગરપાલિકાએ હવે તેમને નંબરિંગ વાળા ટેગ મારવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેનાથી અકસ્માત વખતે કે રખડતા ઢોર ઓળખી શકાય તે માટે આ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ઢોરને ટેંગ મારવામાં આવશે. > મુકેશભાઈ વરણવા, કાર્યપાલક ઇજનેર. જામ્યુકો.

હાલ ઢોર ડબ્બામાં સાડા ત્રણસો ખુટીયા અને 150 ગાયો બંધ છે
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ડબ્બામાં આવેલા ગાયુ માટેના બેડેશ્વરમાં આવેલા ઢોર ડબ્બામાં 150 ગાયો બંધ છે જ્યારે રણજીત સાગર પાસે આવેલા ઢોર ડબ્બામાં જ્યાં ખૂટીયા રાખવામાં આવે છે ત્યાં સાડા ત્રણસો જેટલા ખુટીયાઓ બંધ રાખવામાં આવ્યા છે.

રોજ રૂા. 25 હજારનો ખર્ચ પકડાયેલા ઢાેરોને સાચવવાનો થાય છે
જામનગર મહાનગરપાલિકા ઢોર ને પકડે છે તેનો નિભાવ ખર્ચ અત્યારે બંને ઢોર ડબ્બાનો થઈને 25,000 જેવો તો ફક્ત તેમના ઘાસચારા માટે નો છે આ ઉપરાંત માણસો તેમજ સાફ-સફાઈ અન્ય ખર્ચ આ તો અલગ એટલે મહાપાલિકા અને ઢોર સાચવવાનું કામ ભારે અઘરૂ પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...