તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉહાપોહ:ફલ્લા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2 માસથી કાયમી માટે તબીબ વિહોણું

ફલ્લા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં ગ્રામ્ય પંથકની પ્રજાને પારાવાર હાલાકીની બુમરાણ
  • વાયરલ રોગચાળા વચ્ચે તબીબના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલી

જામનગર તાલુકાના ફલ્લા ગામે સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે માસથી કાયમી તબીબ નથી.જેની નિમણુંક માટે ગામ લોકોએ પ્રબળ માંગણી ઉઠાવી છે.વાયરલ રોગચાળા વચ્ચે કાયમી તબીબના અભારે દર્દીઓને ભારે હાલાકી પડતી હોવાની ભારે બુમરાળ ઉઠવા પામી છે. ફલ્લા ગામે અનેક રજુઆતો બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળ્યુ હતુ.સાત-આઠ ગામના મુખ્ય સેન્ટર એવા ફલ્લાના પીએચસી સેન્ટરમાં એમ.બી.બી.એસ. કક્ષાના ડોકટર પણ મુકવામાં આવ્યા હતા.

જોકે, છેલ્લા બે માસથી અત્રે કાયમી ડોકટર નથી. ચાર્જમાં જે આવે છે તે કયારે આવે છે તે નકકી નથી હોતુ.હાલમાં કોરોનાની મહામારી વચ્ચે માનવ જીંદગી રોળાઇ રહી છે.ગ્રામ્ય પ્રજા બિમારીથી પિડાઇ રહી છે.ત્યારે અહી તબીબની તાતી જરૂરીયાત છે.દરરોજ તાવ,શરદી અને કોરોના કેસો પણ વધી રહયા છેત્યારે તબીબ વગર નાના લોકોને નિસહાય અવસ્થામાં મુકાઇ જાય છે.અત્રે ઉલ્લેખનીય છેકે, ફલ્લાથી પણ નાના ગામો જેવા કે ધુતારપર સીએચસીમાં પુરતો સ્ટાફ,જામ વણંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઇ ઘટ નથી.

જાંબુડા સીએચસીમાં પર્યાપ્ત સુવિધા ઉપરાંત મોટી બાણુંગાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ છે તો ફલ્લાને આવો અન્યાય કેમ ?આ બાબત જીલ્લા આરોગ્ય અધિકારી ધ્યાને લેશે? એવો પ્રશ્ન પ્રબુદ્ધ લોકો ઉઠાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...