જામનગરની વિચિત્ર ઘટના:ફૂલિયા હનુમાન મંદિરના પૂજારીએ હનુમાનજી પંડમાં આવ્યા હોવાનું કહી અઢળક સિંદૂર પ્રસાદીરૂપે પીધું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં શનિવારના પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના કિશાન ચોક વિસ્તારમાં આવેલા શ્રી ફૂલિયા હનુમાન મંદિરે આ વખતે પણ અનોખી ઘટના બની હતી. શ્રી ફૂલિયા હનુમાનનું મંદિર ઘણું જૂનું છે અને એની સેવા-પૂજા દીપકભાઇ કુબાવત નામના બાવાજી પૂજારી દ્વારા વર્ષોથી કરે છે.

શનિવારના હનુમાનજયંતી હોવાથી પ્રાત:કાળ 4 વાગ્યે પૂજા કરાઇ હતી, સવારે 5.15 વાગ્યે સામૈયા-આમંત્રણની વિધિ બાદ સવારે 5.30 વાગ્યાથી પૂજારી દીપકભાઇને હનુમાનજી પંડમાં આવ્યાનો અહેસાસ થાય છે અને હનુમાનજીની મૂર્તિને નવું સિંદૂર ચઢાવ્યુ હતું.

હનુમાનજીના થારમાં રહેલું તેલ મિશ્રિત અઢળક સિંદૂર (સુકનની પ્રસાદી) હતું, એ પૂજારી દીપકભાઇ હનુમાનની પ્રસાદીરૂપે પી ગયા હતા. દર વર્ષે તેઓ સિંદૂરની પ્રસાદી ગ્રહણ કરે છે ત્યારે શનિવારના પણ અનેક ભકતો-દર્શનાર્થીઓની હાજરીમાં તેમણે એની પ્રસાદી ગ્રહણ કરતાં ભાવિકો અચંબિત થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...