વિશિષ્ટ ગરબાની ભેટ:જામનગરની મહિલા દ્વારા તૈયાર કરવામા આવેલો 'કમળ ભાત'નો ગરબો મુખ્યમંત્રીને ભેંટમાં આપવામા આવ્યો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ ગરબો બનાવનાર કારીગરને મળવાની ઈચ્છા વ્યકત કરી

ગુરુવારથી નવરાત્રિના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે લોકો પોતાના ઘરમાં ગરબાનું સ્થાપન કરતા હોય છે. ત્યારે જામનગરના એક પ્રજાપતિ મહિલા દ્વારા તૈયાર કરવામા આવેલો વિશિષ્ટ ગરબો મુખ્યમંત્રીને મોકલવામા આવ્યો હતો. મુખ્યમંત્રીએ ગરબાનો સ્વીકાર કરી ગરબો બનાવનાર કારીગરને મળવાની ઈચ્છા વ્યકત કરી હતી.

CM કાર્યલયમાં ગરબો રહે તે માટે ગાંધીનગર ગરબો મોકલાવ્યોજામનગરમાં રહેતા નયનાબેન સંચાણીયા દ્વારા 'કમળ ભાત'નો વિશિષ્ટ ગરબો તૈયાર કરવામા આવ્યો છે. નયનાબેન સંચાણીયાએ ગરબો બનાવવા માટે કાળી માટી અને ભૂરી માટીનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ તેના પર રંગબેરંગી ચિત્રો પણ બનાવ્યા હતા. ત્યારબાદ આભલા ટાંકવામા આવ્યા હતા.

મુખ્યમંત્રીએ ગરબાનો સ્વીકાર કર્યોનયનાબેન સંચાણિયા દ્વારા તૈયાર કરવામા આવેલો ગરબો મુખ્યમંત્રીને મોકલવામા આવ્યો હતો. જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રી દ્વારા ગરબો બનાવનાર કલાકાર સાથે મુલાકાત કરવાની ઈચ્છા પણ વ્યકત કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...