મગફળીની આવક:તમિલનાડુના વેપારીની ખરીદીના કારણે ભાવ રૂા.1605 બોલાયા

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર યાર્ડમાં 12 કલાકમાં 29,000 મણ મગફળી ઠલવાઇ
  • ​​​​​​​910 ખેડૂત આવતા જણસની આવક વધીને 55,671 મણ થઇ

જામનગર માર્કેટ યાર્ડમાં 12 કલાકમાં 29000 મણ મગફળી ઠલવાઇ હતી. તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે હરાજીમાં મગફળીના ભાવ રૂ.1605 બોલાયા હતાં. 910 ખેડૂત આવતા જણસની આવક વધીને 55671 મણ થઇ હતી.રાજયના હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે જામનગર માર્કેટ યાર્ડમાં લસણ, મરચા અને મગફળીની આવક બુધવારથી બંધ કરવામાં આવી છે. જો કે, મંગળવારે સાંજે 7 થી બુધવાર સવારે 7 વાગ્યા સુધી મગફળીની આવક ચાલુ રાખવામાં આવી હતી.

ફકત 12 કલાક મગફળીની પાલની આવક ખોલવામાં આવતા 29000 મણ મગફળી યાર્ડમાં ઠલવાઇ હતી. હરાજીમાં તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે 20 કીલો મગફળીના ભાવ રૂ.950 થી 1605 બોલાયા હતાં. જયારે બાજરીની 332, ધઉંની 2560, અડદની 3423, લસણની 1272, કપાસની 7698, જીરૂની 5346, અજમાની 753, સૂકી ડુંગળીની 1303, સોયાબીનની 2445 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો અડદના રૂ.1100-1440, સૂકા મરચાના રૂ.605-1350, સોયાબીનના રૂ.1195-1440 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...