તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની સિઝન કારણભૂત:શાકભાજીના ભાવમાં કિલોએ રૂ. 5થી 10ના વધારાથી ગૃહિણીઓમાં દેકારો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીમાં ભાવ વધારાથી દાઝયા પર ડામ

જામનગરમાં કોરોનાની બીજી ઘાતક લહેર પૂર્ણ થતા લોકોનું જીવન પૂર્વવત થઈ રહ્યું છે. તો બીજી તરફ રોજ પેટ્રોલ- ડિઝલના ભાવ આસમાને પોહચી રહયા છે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંધુ થઇ રહ્યું છે. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર પડી રહી છે. જેથી સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત બન્યા છે. પહેલા દર મહિનાનું શાકભાજીનું બજેટ રૂ. 1000 થી 1200 હતું જયારે ભાવ વધારા પછી મહિનાનું શાકભાજીનું બજેટ વધીને રૂ.1500 થી 1700 સુધી પોહચ્યું હોવાની હૈયા વરાળ જામનગરની ગૃહિણીઓ વ્યકત કરી છે.

વર્તમાન સમયમાં દરરોજ પેટ્રોલ- ડિઝલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહયા છે.પેટ્રોલ ડીઝલના ભાવમાં જૂન મહિનામાં 12મી વખત ભાવ વધારો થયો છે . આ મહિને અત્યાર સુધીમાં પેટ્રોલ 3 રૂપિયા 27 પૈસા અને ડીઝલ 2 રૂપિયા 98 પૈસા મોંધુ થયુ છે.આથી ટ્રાન્સપોર્ટેશન મોંધુ થતાં તેની સીધી અસર શાકભાજીના ભાવ પર પડી છે.

આથી મોટા ભાગના શાકભાજીમાં 1 કિલોએ રૂ. 5 થી 10નો વધારો થતા મહિનાનું બજેટ વેર વિખેર થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. પહેલા એટલે કે શાકભાજીના ભાવ ઓછા હતા ત્યારે રૂ.100માં 3થી 4 શાકભાજી સહેલાઇથી ખરીદી શકતા હતા. પરંતુ શાકભાજીના ભાવ વધતા હાલમાં રૂ100માં 2 શાકભાજી માંડ ખરીદી શકાય છે તેમ જામનગરમાં રહેતા જયશ્રીબા જાડેજાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...