તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીનું વેચાણ:જામનગર યાર્ડમાં મગફળીનો ભાવ ફરી 1375એ પહોંચ્યો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અજમાનું બજાર રૂા.4200એ અટકયું, મગ, ચોળી, તલનું વેચાણ

જામનગર માર્કેટીંગ યાર્ડમાં ખુલા બજારમાં મગફળીના ભાવ વધુ મળતા મગફળીની આવકમાં વધારો થઇ રહ્યો છે ત્યારે યાર્ડમાં 31,500 મણની આવક મગફળીની નોંધાઇ હતી. જયારે મગફળીનો ભાવ રૂા.850થી 1375 વચ્ચે રહેતા 18 હજાર ગુણી મગફળીનું વેંચાણ થયું હતું. જયારે અજમાનો ભાવ રૂા.2500થી રૂા.4200ની વચ્ચે રહ્યો હતો. યાર્ડમાં કુલ 638 ખેડૂતો પોતાની જુદી-જુદી 51,202 મણ જણસીના વેંચાણ અર્થે આવ્યા હતા. જેમાં ઘંઉનો ભાવ રૂા.300થી 350, મગનો ભાવ રૂા.1000થી 1610, ચોળીનો ભાવ રૂા.800થી 1305, તલ કાળા રૂા.2200થી 2560, લસણ રૂા.700થી 1250, કપાસ રૂા.950થી 1140, જયારે જીરૂનો ભાવ રૂા.2250થી 2470 વચ્ચે રહ્યો હતો.જામનગર માર્કેટીંગ યાર્ડમાં ચાલુ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી રાજ્યભરમાંથી ખેડૂતો જામનગર પોતાનો માલ વેચવા આવી રહ્યા છે. બીજી બાજુ અન્ય રાજ્યના વેપારીઓ પણ જામનગરમાંથી ધૂમ ખરીદી કરતા હોવાથી ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો