તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • The Price Of Groundnut In Jamnagar Yard Has Come Down By Rs.335, The Price Of Groundnut In The Yard Has Gone Up From Rs.800 To Rs.1150. 95 More Stems

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીના ભાવમાં ઘટાડો:જામનગર યાર્ડમાં મગફળીના ભાવમાં રૂા.335નો ઘટાડો, યાર્ડમાં મગફળીનો ભાવ રૂ.800થી રૂ.1150 રહ્યો: જો કે, સરકારના ટેકાના ભાવ કરતા ખેડૂતોને રૂ. 95 વધુ ઉપજ્યા

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર માર્કેટીગ યાર્ડમાં વર્ષના છેલ્લા દિવસે મગફળીનો ભાવ રૂ.1150 પહોંચતા મણે રૂ.335નો ધટાડો આવ્યો છે. જામનગર ખેત ઉત્પાદન બજાર સમિતિ હાપા ખાતે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ રૂ.800થી રૂ 1150 રહ્યો હતો. જયારે હરરાજીમાં 4000 ગુણી મગફળીનું વેચાણ થયું હતું.જામનગર માર્કેટીગ યાર્ડમાં ગત વીકમાં 60 હજાર ગુણી મગફળીની આવક થયેલ હતી તેનું સપૂર્ણ વેચાણ પૂર્ણ થયું હતું. આમ, નવા વર્ષમાં લાભ પાંચમના મુહુર્તમાં મગફળીના સોદા પડશે.નવા વર્ષમાં મગફળીની હરરાજી માટે બુધવાર રાત્રિથી આવક યાર્ડમાં શરૂ કરાશે.

જામનગર માર્કેટીગ યાર્ડ હાપા ખાતે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ રૂ.1485 સુધી ઉપજ્યા હતા. જેનાથી સોરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો મગફળીના વેચાણ અર્થે જામનગર તરફ પ્રવાહ વળ્યો હતો. છેલ્લા અઠવાડિયામાં 60 હજાર ગુણી મગફળીની આવક પહોંચી હતી. ત્યારે દિવાળી પર્વ ઉપર યાર્ડના બંધ થતા બજારમાં મગફળીનો ભાવ રૂ.800થી રૂ.1150 સુધી રહ્યો છે.મગફળીના ભાવ ઉપર એક નજર કરીએ તો મગફળીના બજાર ભાવની સરખામણી કરીએ તો એક મણ મગફળીમાં રૂ. 335 નો ધટાડો નોધાયો હતો. સરકાર દ્રારા જાહેર કરેલા ટેકાના ભાવ કરતા વધુ મગફળીના ભાવો ખેડૂતોને ખુલ્લા બજારમાં મળી રહ્યા છે. જેની સરખામણી કરીએ તો એક મણ મગફળીના રૂ.95 વધુ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો