જણસની આવક:યાર્ડમાં 20 કીલો સૂકા મરચાના ભાવ રૂપિયા 8,200 બોલાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસમાં 43984 મણ જણસની આવક

જામનગર માર્કેટ યાર્ડમાં હરાજીમાં જીવન જરૂરી 20 કીલો સૂકા મરચાના ભાવ રૂ.8200 બોલાયા હતાં. એક દિવસમાં 43984 મણ જણસની આવક થઇ હતી. સૌથી વધુ 13062 મણ ચણા ઠલવાયા હતાં.

જામનગર માર્કેટ યાર્ડમાં શનિવારે એક દિવસમાં 43984 મણ જણસ ઠલવાઇ હતી. જેમાં ઘઉંની 5965, મગની 91, તુવેરની 315, ચોળીની 46, મેથીની 5138, ચણાની 13062, મગફળીની 1778, એરંડાની 2335, રાયડાની 6244, લસણની 690, જીરૂની 189, અજમાની 2088, ધાણાની 3015, સોયાબીનની 115, વટાણાની 909, કલોંજીની 615 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો ઘઉંના રૂ.400-600, મગના રૂ.860-1320, અડદના રૂ.400-900, તુવેરના રૂ.800-1185, ચોળીના રૂ.1000-1050, મેથીના રૂ.920-1140, ચણાના રૂ.850-1095, લસણના રૂ.70-550, જીરૂના રૂ.2240-4000, અજમાના રૂ.1700-2600, સૂકા મરચાના રૂ.700-8200, કલોંજીના રૂ. 500-2715 બોલાયા હતાં. ગુવાર, સૂકી ડુંગળી, સીંગદાણા, ઇસગબુલ, મકાઇ, મઠ, તલની કોઇ આવક થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...