તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમુખનું વાંચન:જામનગરમાં બંધારણ દિવસ નિમિત્તે બંધારણના આમુખનું વાંચન કરાયું

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે ભારતભરમાં 26નવેમ્બરના બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના કેવડિયા ખાતે 26 નવેમ્બરને ગુરૂવારના યોજાનાર અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદ દરમિયાન ભારતના બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના અધ્યક્ષ સ્થાને બંધારણ દિવસ નિમિત્તે બંધારણના આમુખનો વાંચન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...