તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોટોગ્રાફરોને નુકસાન:રાજ્ય બહાર પ્રિ-વેડિંગ ફોટોશૂટ બંધ, નજીકના સ્થળનો ક્રેઝ વધ્યો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિવરાજપુર બીચ ખૂલ્યો - Divya Bhaskar
શિવરાજપુર બીચ ખૂલ્યો
  • ડિઝાઇનર માસ્કનો ટ્રેન્ડ:રૂા. 80 હજારનો ભાવ 35 હજાર થયો
  • શિવરાજપુર, માધવપુર અને માંડવી બીચને પ્રથમ પસંદગી

એપ્રિલ, મે અને જૂન મહિનામાં મોટી સંખ્યામાં લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે લગ્નો પાછા ઠેલવામાં આવે છે અથવા તો નજીકનાં પરિવારજનોની હાજરીમાં લગ્ન પતાવી દેવાય છે. જેને કારણે ફોટોગ્રાફરોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

પ્રિ-વેડિંગ ફોટોશૂટની શરૂઆત રૂ. 80000થી થતી હતી તે હાલ 30થી 35 હજારમાં પતી જાય છે. બીજી તરફ યુવાનો પોતાના પ્રિ વેડિંગ ફોટો શૂટમાં ડિઝાઇનર માસ્ક પહેરીને કોરોના કાળમાં થયેલ લગ્નની સ્મૃતિ રાખવા ફોટોશૂટ કરાવી રહ્યા છે. જો કે, હવે આ ફોટોશૂટ માત્ર સોશ્યલ મિડીયા પૂરતા જ સીમિત થઈ ગયા છે તેમ જામનગરના ફોટોગ્રાફરે જણાવ્યું છે.

કોરોનાના કારણે સરકારે ગાઈડલાઈનમાં અને રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરતી રહે છે. તેના કારણે લોકો લગ્નની તારીખ નક્કી કરતા પણ ડરે છે. રાત્રિ કરફ્યુ ના કારણે સંગીત સંધ્યા કે પછી રિસેપ્શન રદ્દ કરી દેવાયા છે. આથી પ્રિ-વેડિંગ ફોટોશૂટના વિડિયોનો ટ્રેન્ડ ખૂબ જ ઓછો થઈ ગયો છે. પહેલા યુવાન અને યુવતીઓ પ્રિ-વેડિંગ માટે ગુજરાતની બહાર ફોટોગ્રાફી માટે જતા હતાં. પરંતુ સંક્રમણના ભયના કારણે જાહેર સ્થળો બંધ હોવાથી રાજયની બહારના બદલે નજીકના માધવપુર, શિવરાજપુર બીચ, માંડવી બીચ, ખાનગી ફાર્મ હાઉસ જેવા સ્થળોનો ક્રેઝ વધ્યો છે. કોરોના કાળમાં થયેલ પોતાના લગ્નની સ્મૃતિ વધુ યાદગાર બનાવવા પ્રિ-વેડિંગ કપલ હવે પોતાના ડિઝાઇનર ડ્રેસ સાથે ડિઝાઇનર માસ્ક પહેરીને ફોટોશૂટ કરાવી રહ્યા છે.

શિવરાજપુર બીચ ખૂલ્યો
દ્વારકા પાસેના શિવરાજપુર બીચને તંત્ર દ્વારા ખુુલ્લો મૂકાયો છે. મોન્સુનના પગલે પાણીની અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જ્યારે લોકો બીચ પર હરી-ફરી શકશે.

બેબી બમ્પનો ક્રેઝ ઘટ્યો
કોરોના કાળમાં બેબી બમ્પ ફોટોશૂટ દરમિયાન સંક્રમિત થવાના ભયને કારણે લોકોમાં બેબી બમ્પ ફોટોશૂટનો ક્રેઝ ઘટયો છે. પહેલા બેબી બમ્પ ફોટોશૂટ ઇન્ડોર અને આઉટડોર બન્ને હતા પરંતુ હવે માત્ર ઇન્ડોર થાય છે. જે ફોટોશૂટ પહેલા 60 હાજર તે 40 હાજરમાં પૂર્ણ થાય છે.> હિતેશ ગોંડલિયા, ફોટોગ્રાફર, જામનગર
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...