ચૂંટણીમાં રેલમછેલ:લાલપુર બાયપાસ ચોકડી પાસે દારૂના ખાલી ખોખા મળી આવતાં પોલીસ દોડી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂનો જથ્થો ઉતર્યો છે કે કેમ ? તે બાબતે પોલીસની તપાસ

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે મોડી ઈંગ્લીશ દારૂના ખાલી ખોખાનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે અને તપાસના ધમધમાટ શરૂ કર્યો છે. એક બાજુ જ્યારે શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આટલા મોટા જથ્થામાં દારૂના ખાલી ખોખાએ અનેક સવાલો ઉભા કર્યા છે અને પોલીસ પણ દોડતી થઈ છે અને આટલો મોટો જથ્થો દારૂનો ઉતર્યો છે કે કેમ તેમજ કોણે ઉતાર્યો તે બાબતે તપાસ હાથ ધરી છે.

દરમિયાન રવિવારે મોડી રાત્રે લાલપુર બાયપાસ ચોકડી નજીક એક નિર્જન સ્થળે ઈંગ્લીશ દારૂની બાટલીના ખાલી ખોખાનો માતબર જથ્થો મળી આવ્યો હતો. કોઈ બુટલેગરો દ્વારા દારૂના ખાલી ખોખાના ટુકડા કરીને અહીં ફેંકી ગયાનું અનુમાન લગાવવા આવી રહ્યું છે. આસપાસના વિસ્તારમાં ક્યાંય દારૂની બાટલીનો જથ્થો પણ સંતાડયો છે કે કેમ, અથવા તો દારૂના ખાલી ખોખા કોણ ફેંકી ગયું છે, જે સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, અને હજુ સુધી પોલીસ તંત્રને કોઈ ચોક્કસ કડી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...