આંતરીક બદલી:જામનગર જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડાએ આજે છ પી.એસ.આઇઓની અરસ-પરસ બદલી કરી

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બેડામાં અરસ પરસ બદલીનો દોર યથાવત
  • પંચકોષી બી ડિવિઝનનો હવાલો ફરી પી.એસ.આઇ પરમારને સોંપાયો

જિલ્લા 6 પી.એસ.આઇ.ની બદલી: એસઓજીના વી.કે.ગઢવી, મેઘપર પી.એસ.આઇ. સિસોદીયાની સીટી એ ડિવિઝન, સીટી બી ડિવિઝનના વાય.બી.રાણાને મેઘપર,પંચકોષી બી ડિવિઝનના સી.એમ.કાંટેલીયા સીટી બી ડિવિઝન અને સીટી એ ડિવિઝનના ડી.સી.ગોહિલને પંચકોષી બી ડિવિઝનના સેકન્ડ પી.એસ.આઇ તરીકે બદલાવાયા

જામનગર જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડાએ આજે છ પી.એસ.આઇઓની અરસ-પરસ બદલી કરી છે. જેમાં એસ.ઓ.જી. પી.એસ.આઇ ગઢવીને સિક્કા તેમજ સિક્કાના પી.એસ.આઇ.ને પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરમાં બદલાવાયા છે. જ્યારે મેઘપર પી.એસ.આઇ.ની સીટી એ ડિવિઝન અને સીટી એ ડિવિઝનના પી.એસ.આઇ ગોહિલને પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરના સેક્ધડ પી.એસ.આઇ તરીકે બદલી કરવામાં આવી છે.

જામનગર જિલ્લાના 6 પી.એસ.આઇ.ની અરસ-પરસ બદલી કરવામાં આવી છે. જેમાં સિક્કા પી.એસ.આઇ જે.ડી.પરમારને પંચકોષી બી ડિવિઝન, પંચકોષી બી ડિવિઝનના પી.એસ.આઇ. સી.એમ.કાંટેલીયાને સીટી બી ડિવિઝન, સીટી એ ડિવિઝનના ડી.સી.ગોહિલની પંચકોષી બી ડિવિઝનના સેક્ધડ પી.એસ.આઇ, સીટી બી ડિવિઝન પોલીસ દફતરના વાય.બી.રાણાની મેઘપર પોલીસ દફતર અને મેઘપર પોલીસ દફતરના કે.આર.સિસોદીયાની સિટી એ ડિવિઝન, જયારે એસઓજી પી.એસ.આઇ વી.કે.ગઢવીની સિક્કા પોલીસ દફતરમાં બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ જાડેજા, સીટી એ ડિવિઝનના હીરાભાઇ સોઢીયા, લાલપુરના હેડકોન્સ્ટેબલ ચંદુલાલ દેવદાનભાઇ અને ધ્રોલ પોલીસ દફતરના કોન્ટેબલ ભાવેશકુમાર લાંબરીયા તેમજ સીટી બી ડિવિઝનના વીરભદ્રસિંહ જાડેજાની પંચકોષી એ ડિવિઝન પોલીસ દફતરમાં બદલી કરવામાં આવી છે. જયારે લાલપુરના વિરેન્દ્રસિંહ સોઢાની સીટી બી ડિવિઝનના વહીવટી રાઇટર હેડ તરીકે તેમજ સીટી બી ડિવિઝનના હંસરાજ વૈષ્ણવની સીટી બી ડિવિઝન ફોર્સમાં અને મહિલા લોકરક્ષક (હેડ કવાર્ટર) પુરીબેન ડાંગરની શેઠ વડાળા બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...