દારૂના ગુનાના આરોપી ઝડપાયા:ઝાખરમાંથી ઝડપાયેલા દારૂના ગુનામાં સંડોવાયેલા જોગવડના શખ્સને પોલીસે ઝડપ્યો, અન્ય ત્રણને જુદાં-જુદાં સ્થળોએથી દબોચ્યા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાંથી ઝડપાયેલા દારૂના મોટા જથ્થામાં નાસતા ફરતા જોગવડ ગામના શખ્સને એલસીબીની ટીમે દબોચી લીધો હતો. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ પણ દારૂના સાત ગુના નોંધાયેલા હતાં.
પોલીસને બાતમી મળી હતી
આ અંગે મળતી માહિતી મુજબ લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાંથી ગત માર્ચ માસમાં પોલીસે રેડ દરમિયાન રૂા.58.38 લાખની કિંમતની 11676 બોટલ દારૂ ઝડપી લીધો હતો અને આ દરોડામાં સાત મહિનાથી નાસતા ફરતા જોગવડ ગામનો શખ્સ અંગેની એલસીબીના વનરાજ મકવાણા, ધાના મોરી અને રાકેશ ચૌહાણને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસની ટીમે જોગવડ ગામના પાટીયા પાસેથી ખીમરાજ ઉર્ફે ખીમો નાગસુર સુમાત નામના શખ્સને દબોચી લીધો હતો.
અન્ય ત્રણ બુટલેગરોને જુદાં-જુદાં સ્થળોએથી દબોચ્યા
એલસીબીની ટીમે ખીમરાજને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. ખીમરાજ સામે ઝાખરના ગુના સિવાય સલાયા, મીઠાપુરના બે, મેઘપરના બે અને ઓખા મરીનનો એક સહિત સાત ગુના નોંધાયેલા હતાં. જેના આધારે એલસીબીએ મેઘપર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી તેમજ અન્ય દરોડામાં ધાના મોરી વનરાજ મકવાણા, ઘનશ્યામ ડેરવાડિયાને મળેલી બાતમીના આધારે મેઘપરના પાટીયા પાસેથી ભૂપતસિંહ જીણાજી જાડેજા તથા અશોક સોલંકી, કિશોર પરમાર, ધાના મોરીને મળેલી બાતમીના આધારે મોટી ખાવડી પાટીયા પાસેથી નાગરવ જુઠા ચારણને તેમજ વનરાજ મકવાણા અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે નાસતા ફરતા નવીનચંદ્ર ઉર્ફે નથુ હમીર કનારાને મોડપર ગામમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...