કમિશનરના આદેશનું પાલન:દરેડ પાસે નહેર પર બનેલા બોક્સને અરજદારે જાતે દૂર કરીને વિવાદનો અંત લાવ્યાં

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરના દરેડ પાસે કેનાલ પર 300 જેટલા પરિવારોના સાર્વજનિક ઉપયોગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા બોક્સને અર્થાત નાનકડા પુલિયાનું ખુદ બિલ્ડરે જાતે જ બાંધકામ દૂર કર્યું છે અને મ્યુ. કમિશનરના આદેશનું પાલન કર્યું છે. અત્રે નોંધનીય છે કે આ જે બોક્સ બનાવવામાં આવ્યું હતું તે કેનાલ પર બનેલા અત્યાર સુધીના તમામ નાના પુલમાં સૌથી મજબૂત હતું પરંતુ વિવાદ થવાના કારણે ના છૂટકે બાંધકામ દૂર કરવાની ફરજ પડી છે જેની અસર અન્ય 300 પરિવારો ઉપર પણ પડશે એવું દેખાય છે.

અગાઉ દૂર્ધટના સર્જાઈ હતી
દરેડ પાસે કેનાલ પર અરજદાર ગાગીયા એન્ડ સન્સ દ્વારા પોતાના ઉપયોગ તથા લોકોની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને બોક્સ બનાવવામાં આવ્યું હતું, આ બોક્સ ત્રણ ફૂટની જાડાઈનું હતું જેથી કરીને વરસાદમાં કે અન્ય કોઈ સમયે અકસ્માત નો કોઈ ખતરો રહે નહીં. ઇન્દિરા રોડ પર જે તે વખતે એક દુર્ઘટના સર્જાઇ હતી અને નબળા બોક્સના કારણે નિર્દોષ લોકો કેનાલમાં ખાબક્યા હતા કેનાલ પરના પતરા થી બનેલા બોક્સ પર ઉભા હતા ત્યારે એ દુર્ઘટના થઈ હતી.

300 જેટલા પરિવારોને તેનો ઉપયોગ કરવાની અનુમતિ આપી હતી
દરેડ પાસે અરજદાર દ્વારા કેનાલ પર બોક્સ બનાવવા સમયે એ બાબતની પૂરતી તકેદારી રાખી હતી કે બાંધકામ જરા પણ નબળું થાય નહીં જેથી કરીને ભવિષ્યમાં કોઈ દુર્ઘટનાનો ખતરો રહે નહીં અત્રે નોંધનીય બાબત એ છે કે અરજદારે પોતાની જગ્યા અર્થાત જમીન પર અવર-જવર કરવા માટે આ પુલ એટલે કે બોક્સ બનાવ્યું તો હતું પરંતુ કેનાલની સામે પાર રહેતા અંદાજે 300 જેટલા પરિવારોને તેનો ઉપયોગ કરવાની અનુમતિ આપી હતી એટલા માટે આ બોક્સ સાર્વજનિક ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હોવાનો અરજદારનો ઇરાદો સ્પષ્ટ થાય છે.

બીજી એ બાબત પણ નોંધપાત્ર છે કે કેનાલ પર ઘણા બધા નાના પુલ એટલે કે બોક્સ બનાવવામાં આવ્યાં છે, એમની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ બાબત તો સ્પષ્ટ નથી પરંતુ આ બાંધકામ અરજદારના પૂલ કરતા ઘણા નબળા છે.

અરજદારે ખુદ મજબૂત બાંધકામ તોડી પાડ્યું
કેનાલ પર બનેલા અન્ય પુલીયાઓને લઈને તો અત્યાર સુધી કોઈ પ્રશ્ન ઉઠ્યા ન હતા પરંતુ ગાગીયા બ્રધર્સ દ્વારા બનાવવામાં આવેલા બોક્સને લઈને નીત નવી રજૂઆતો અને ચોક્કસ ઈરાદા સાથેના વિરોધ કરવામાં આવ્યાં પછી મ્યુ.કમિશનર દ્વારા અરજદાર સાથે ચર્ચા કરવામાં આવી હતી, અન્ય અધિકારીઓએ પણ અરજદાર સાથે ચર્ચા કરી હતી જેના અંતે અરજદારે ખૂદે જાતે નિર્ણય લઈને પોતાનું મજબૂત બાંધકામ તોડી પાડ્યું છે અને આ સાથે ઉઠાવવામાં આવેલા સવાલોનો અંત આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...