ધરપકડ:જામનગરની સગીરાને ભગાડી જનાર શખ્સ બરોડાથી ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જેહરૂલ ઈસ્માઈલ - Divya Bhaskar
જેહરૂલ ઈસ્માઈલ
  • સગીરાને આસામ લઈ જાય તે પહેલા જ રેલવે પોલીસે પકડી લીધો

જામનગરમાં સગીરાને સોશિયલ મીડિયા મારફતે ફ્રેન્ડ બનાવી તેને લલચાવી-ફોસલાવી ભગાડી જવાના લવ જેહાદના ચકચારી પ્રકરણમાં પોલીસે ભારે સતર્કતા દેખાડીને ગણતરીની કલાકોમાં જામનગરથી સગીરાને લઇને ભાગેલા આસામના આ શખ્સને સગીરા સાથે બરોડા રેલવે સ્ટેશન ખાતેથી દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતા.જામનગરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરમાં રહેતી એક સગીરા સોશિયલ મીડિયાના સંપર્કથી આસામના જેહરૂલ ઈસ્માઈલ નામના શખ્સ સાથે પરિચયમાં આવી હતી અને તેની ફેસબુક ફ્રેન્ડ બન્યા બાદ બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો.

આસામના આ શખ્સે તેને વાતોમાં ફસાવીને પોતાની સાથે ભગાડી જવા પ્લાન બનાવ્યો હતો જે મુજબ તે જામનગર આવ્યો હતો અને વહેલી સવારે 5 વાગ્યે સગીરાને તેના ઘરેથી ભગાડી ગયો હતો.આ બાબતની જાણ તેના પિતાને થતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા સિટી-સીના પીઆઇ કે.એલ. ગાધે તથા સ્ટાફે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામનો આ શખ્સ બરોડા રેલવે સ્ટેશન પર હોવાની જાણ થતા રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમણે તાત્કાલિક આસામના આ શખ્સને તથા સગીરાને પકડી પાડ્યા હતા. જેમને લેવા માટે જામનગરથી પોલીસની એક ટીમ બરોડા રવાના થઈ છે. જામનગરમાં લવ જેહાદના આ કિસ્સાએ ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...