જામનગરમાં ચોરાઉ બાઈક અને મોબાઈલ સાથે નીકળેલા શખસને સિટી-એ પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે. સિટી-એ પોલીસને વાહન ચોરી મામલે બાતમી મળી હતી . ચોરીના ગુન્હામાં સંકડાયેલ આરોપી હુશેન ઉર્ફે ટાઇગર ફારૂકભાઇ પટેલ ( રહે . લાલપુર ) ચોરાઉ હોન્ડા કંપનીનુ એક્ટીવા મોટર સાયકલ લઇને લાલપુર બાયપાસ ચોકડી તરફથી જામનગર નજીક આવી રહ્યો છે . આ બાતમીને પગલે પોલીસ વોચમાં હતી .
તે વેળાએ આરોપી હુશેન ઉર્ફે ટાઇગર ફારૂકભાઇ ( ઉ . વ .37 રહે . લાલપુર ચાર થાંભલા પાસે દેવીપુજક વાસ ) એક્ટીવા મોટર સાયકલ રજી નંબર GJ-10-CQ-5958 લઈ નીકળતા પોલીસે તેની અટકાયત કરી લીધી હતી . જેની પૂછપરછ કરતા વાહન ચોરી અંગે જાણ થઈ હતી . જેને લઈને વધુ પૂછપરછ કરતા પોલીસે વીવો કંપનીનો Y20A મોડલનો મોબાઇલ સહિત અન્ય બે મોબાઇલ અને ચોરાઉ વાહન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી અન્ય કોઈ ચોરીમાં સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.