નવા વર્ષની શરૂઆત:જામનગર શહેરના લોકોએ વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાલા હનુમાનના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી

જામનગરમાં નવા વર્ષની શરૂઆત લોકોએ વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કરીને કરી છે. મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ દર્શન કરવાની શરૂઆત કરી હતી.

નૂતન વર્ષાભિનંદન દિવસથી સૌપ્રથમ જ્યાં અખંડ રામધૂન ચાલતી અને વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે લોકોએ નવા વર્ષની શરૂઆત ભગવાન શ્રીરામ અને બાલા હનુમાન મંદિરના દર્શન કરીને કરી છે.

બાલા હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતા અને નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ અને કોરોના મુક્તથી પસાર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.

બાલા હનુમાનમાં નવા વરસનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તેમજ કરોના કાળ બાદ નવા વર્ષથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે મંદિરે આવ્યા છે અને નવા વરસની ઉત્સાહભેર શરૂઆત કરે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે તેવું પૂજારી જયપાલસિંહ જણાવ્યું હતું.