તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મેયરના વોર્ડની કેનાલોમાં ગંદકી મનપામાં લોકોએ રોષ ઠાલવ્યો

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના વોર્ડ નં. 5ના રહીશોએ કેનાલમાં સાફસફાઇ મુદ્દે બુધવારે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. - Divya Bhaskar
શહેરના વોર્ડ નં. 5ના રહીશોએ કેનાલમાં સાફસફાઇ મુદ્દે બુધવારે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી.
  • કયાં ગઇ પ્રિ-મોન્સુન કામગીરી ? ચોમાસામાં હાલાકી પડશે

જામનગર શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી ચાલી રહી છે જેમાં કેનાલોની સફાઈનું કામ પણ થઈ રહ્યું છે. પરંતુ અમૂક વિસ્તારોમાં કેનાલોની સફાઈ થતી નથી તેવા બૂમબરાડા વચ્ચે બુધવારે આરામ કોલોની પાછળ આવેલી કેનાલમાં ગંદકીના મુદ્દે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ પ્રસરી ગયો હતો અને મહાપાલિકાના સંબંધિત અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વોર્ડ જામનગરના મેયરનો છે.

દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે જેમાં શહેરની વચ્ચે આવેલી 40 કિ.મી. લાંબી કેનાલને સાફ કરવાનું કામ મુખ્ય હોય છે જેમાં અઢળક કચરો ભરાયેલો હોય છે. મહાપાલિકા દ્વારા લાખોના ખર્ચે કેનાલો સાફ કરવામાં આવે છે.

પરંતુ તેની દૂર્દશા વધુને વધુ ખરાબ થતી જાય છે ત્યારે શહેરના વોર્ડ નં.5 આરામ કોલોની પાછળ આવેલી જય ભગવાન સોસાયટી પાસેથી પસાર થતી કેનાલ ગંદકીથી ખદબદતી હોય ત્યાંના રહેવાસીઓ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારીને બુધવારે મહાનગરપાલિકા દોડી આવ્યા હતા અને અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરીને કેનાલ સાફ કરવાની માંગણી કરી હતી. અધિકારીઓએ પણ આ બાબતે ઠાલા આશ્વાસન આપીને લોકોને રવાના કર્યા હતા.

સફાઈકામ ચાલી રહ્યું છે : કંટ્રોલિંગ અધિકારી
જામનગર શહેરની 40 કિલોમીટર લાંબી કેનાલને 10 ભાગોમાં વેચી દેવામાં આવી છે તે તમામની સફાઈની કામગીરી હાલ ચાલી રહી છે. તબક્કાવાર સફાઈ થઈ રહી છે. સફાઈ બાબતે કોઈ કેનાલ બાકી રહેશે નહીં.> મુકેશ વરણવા, કંટ્રોલિંગ અધિકારી, સોલિડ વેસ્ટ, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...