તંત્ર દોડતું થયું:ગુલાબનગરનાે ઓવરબ્રિજ રાતોરાત બંધ કરી દેવાતા દેકારો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહી રહીને મોડેથી જાહેરનામું બહાર પડ્યું
  • ​​​​​​​મહાપ્રભુજીની​​​​​​​ બેઠકવાળા રસ્તા પરથી ડાયવર્ઝન અપાયું

જામનગર નજીક ગુલાબનગર રેલવે ઓવરબ્રિજનું સમારકામ બુધવારે એકાએક ચાલુ કરી દેતાં અને ઓવરબ્રિજને બંધ કરી દેવામાં આવતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં દેકારો બોલી ગયો હતો. લોકોએ બ્રિજ હોવા છતાં પોતાના વાહન ત્યાંથી હંકારી કાઢ્યા હતા. તંત્રને પણ મોડે મોડે આ અંગેની જાણ થતા તેમણે તાત્કાલિક ઓવરબ્રિજ બંધનું જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝનરૂપી રસ્તો લોકોની જાણ માટે મૂક્યો હતો.

ચાલુ વર્ષે ત્રાટકેલા ભારે વરસાદને પગલે જામનગર-રાજકોટ હાઇવે ઉપર ગુલાબનગર નજીક આવેલ રેલવે ઓવરબ્રિજ પરના માર્ગમાંથી અનેક જગ્યાએ ડામર ધોવાઇ જતાં ઠેર-ઠેર ખાડા-ખડબાનું સામ્રાજ્ય જામ્યું હતું. સતત ટ્રાફિકથી ભરચક્ક આ રોડ ખખડધજ બનતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

જેના કારણે લોકોમાં માર્ગની સમારકામ અંગે માંગ ઉઠી હતી. જેને લઇને તંત્ર દ્વારા ઓવરબ્રિજ પરના માર્ગને ડામરથી મઢી નવોનકોર બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે મંગળવારે ઓવરબ્રિજ નજીકથી ડાયવર્ઝન કાઢી રોડની મરામત કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે. વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

જામનગરથી ધ્રોલ, રાજકોટને જોડતા મુખ્ય ઓવરબ્રિજ પરના માર્ગની મરામત્તને પગલે રોડને ડાયવર્ઝન કરવા અંગે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી રાજકોટ તરફ જતા વાહનચાલકોએ સુભાષબ્રિજ પછી જમણી તરફના માર્ગ પર મહાપ્રભુજીની બેઠકવાળા રસ્તા પરથી જવા માટે જણાવાયું છે. ડાયવર્ઝન માટે ટ્રાફિક બ્રિગેડના જવાનોને પણ ફરજ પર મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...