સુચના:જામનગરમાં 36.70 લાખ લીટર ક્ષમતાના સમ્પ અને પમ્પ હાઉસની કામગીરીનું નિરીક્ષણ કરાયું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવલોકન| કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી

જામનગરમાં 36.70 લાખ લીટર ક્ષમતાના સમ્પ અને પમ્પ હાઉસની કામગીરીનું અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા કોન્ટ્રાકટરને સૂચના આપવામાં આવી હતી. જામનગરમાં ગુલાબનગર ઈએસઆર ખાતે હૈયાત 27 લાખ લીટર કેપેસિટીનો ડેમેજ સમ્પ,પમ્પ રૂમ,પેનલ રૂમ ડીસમેન્ટલ કરીને નવો 36.70 લાખ લીટર નો સમ્પ, પમ્પ હાઉસ, પેનલ રૂમ, કલોરીનેશન રૂમ તથા હૈયાત ઇન્સ્ટોલ કરેલ પમ્પીંગ મશીનરી શીફટીંગ તેમજ આનુસંગિક કામ રકમ રૂ.1.86 કરોડના ખર્ચે હાલે ચાલુ છે.

જે અંતર્ગત નવા 36.70 લાખ લીટર કેપેસીટી સમ્પ તથા પમ્પ હાઉસ ની કામગીરી પૂર્ણતાના આરે છે. જયારે અન્ય કલોરીનેશન રૂમ તથા અન્ય આનુસંગિક કામગીરી હવે હાથ ધરવામાં આવી છે. ઓવરઓલ 75 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. ગુલાબનગર ખાતે ચાલુ કામગીરી દરમ્યાન વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર દર્શન દાઉદ્રા તેમજ લગત સ્ટાફ દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના અધિકારી સાથે સ્થળ વિઝીટ કરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...