હાલાકી:સેવા સદનમાં ચૂંટણી સ્માટકાર્ડની કામગીરી 15-15 દિવસથી બંધ

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વર ઠપ અને ડેટા અપલોડ ન થતાં સમસ્યા
  • કામગીરી કયારે શરૂ થશે તેના હજુ ઠેકાણા નથી: લોકોમાં દેકારો

જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં ચૂંટણી સ્માર્ટકાર્ડની કામગીરી 15 દિવસથી બંધ હોય શહેરીજનોને ધરમના ધકકા થઇ રહ્યા છે. સર્વર ઠપ્પ અને કાર્ડની સાઇટ ઇઆઇએમએસમાં ડેટા અપલોડ ન થતાં આ સમસ્યા સર્જાઇ છે. નવાઇની વાત તો એ છે કે, કામગીરી કયારે શરૂ થશે તેના હજુ ઠેકાણા નથી. આથી લોકોમાં ભારે રોષ સાથે દેકારો બોલી ગયો છે.

જામનગરમાં શરૂ સેકસન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં ગ્રાઉન્ડ ફલોરમાં છેલ્લા ઘણા સમયથી ચૂંટણી સ્માર્ટકાર્ડની કામગીરી ચાલી રહી છે. પરંતુ છેલ્લાં 15 દિવસથી આ કામગીરી ઠપ્પ થતાં અરજદારોને ધરમના ધકકા થતાં ભારે દેકારો બોલી ગયો છે. સર્વર ઠપ્પ થતાં અને ઇઆઇએએમએસમાં ડેટા અપલોડ ન થતાં આ સમસ્યા સર્જાઇ છે. 15 દિવસથી સ્માર્ટ કાર્ડની કામગીરી બંધ છે ત્યારે આ કામગીરી કયારે ચાલુ થશે તેના કોઇ ઠેકાણા નથી.

ડેટા અપલોડ ન થતાં કામગીરી બંધ
ચૂંટણી સ્માર્ટકાર્ડ માટે ઉપયોગી ઇઆઇએમએસમાં ડેટા અપલોડ ન થતાં સર્વર બંધ હોવાથી સ્માર્ટ કાર્ડની કામગીરી 15 દિવસથી બંધ છે. હજુ આ કામગીરી કયારે ચાલુ થશે તે નકકી નથી.> ભુપેન્દ્રસિંહ જાડેજા, ચૂંટણી નાયબ મામલતદાર, જામનગર.

આધારકાર્ડની કામગીરી બંધ, લોકોની મુશ્કેલી બેવડાઇ
જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં ગ્રાઉન્ડ ફલોરમાં ચૂંટણી સ્માર્ટ કાર્ડની કામગીરીની સાથે આધારકાર્ડની કામગીરી પણ બુધવારે બંધ રહેતા લોકોની મુશ્કેલી બેવડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...