• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Only Girl From Gujarat Has Been Selected Under UNESCO's Gender Equality Program, Two Young People From The Country Will Go To Iceland

ગુજરાતની દીકરીની ઉડાન:યુનેસ્કોના જાતિય સમાનતા પ્રોગ્રામ હેઠળ ગુજરાતની એકમાત્ર યુવતીની થઈ પસંદગી, દેશના બે યુવાનો જશે આઈસલેન્ડ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આઈસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો દ્વારા ચલાવવામાં આવતા જાતિય સમાનતા અભ્યાસ અને તાલીમ (જેન્ડર ઈક્વાલિટી સ્ટડી એન્ડ ટ્રેનિંગ- જીઈએસટી) પ્રોગ્રામમાં આખા ભારતમાંથી 2023ના ફેલોશિપ પ્રોગ્રામ માટે બે યુવાનોની પસંદગી થઈ છે, જેમા પ્રથમ વખત કોઈ ગુજરાતીની પસંદગી થઈ છે. ગુજરાતમાંથી મૂળ જામનગરની અને અત્યારે અમદાવાદમાં રહેતી યુવતી અદિતી રિન્દાનીની પસંદગી થઈ છે. અદિતી હવે આઈસલેન્ડ યુનિવર્સિટીમાં જઈ જાતિ સમાનતા પર માસ્ટર ડિપ્લોમા કરશે. નોંધનીય છે કે આ પ્રોગ્રામ સંપૂર્ણ સ્કોલરશીપ પ્રોગ્રામ છે. આ અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ આઈસલેન્ડ સરકાર ઉપાડે છે. આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે 20થી 25 યુવાન પ્રોફેશનલની પસંદગી થાય છે. અત્યાર સુધી 31 દેશોના કુલ 172 યુવાનોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે.

શું છે પ્રોગ્રામ?
જાતિય સમાનતા પર આઇસલેન્ડ યુનિવર્સિટી અને યુનેસ્કો દ્વારા જેન્ડર ઈક્વાલિટી સ્ટડી એન્ડ ટ્રેનિંગ (જીઆરઓ જીઈએસટી પ્રોગ્રામ) પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. 2009માં આ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. જીઈએસટી પ્રોગ્રામ રિસર્ચ, તાલીમ અને અભ્યાસ દ્વારા જાતિય સમાનતા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આ પ્રોગ્રામમાં પસંદગી પામેલ અભ્યાસર્થીઓને માસ્ટર ડિપ્લોમા પૂર્ણ થઈ ગયા પછી સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ પ્રોગ્રામ પાંચ મહિનાનું હોય છે, જેનો સંપૂર્ણ ખર્ચ આઈસલેન્ડ સરકાર ઉપાડે છે. સ્કોલરશિપ પ્રોગ્રામમાં ફ્લાઈટની ટિકિટ, વિઝાનો ખર્ચ, કેમ્પસની રહેવાની સગવડ તથા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

શું હોય છે પસંદગી પ્રક્રિયા? પસંદગીના ત્રણ સ્ટેજ

  • 1. સૌથી પહેલા તમારી સંસ્થાને તમારા પ્રોજેક્ટ સાથે તમારું નામ નોમિનેટ કરવું પડે
  • 2. જો તમારા નામની પસંદગી થાય છે તો નોમિનેટ થયેલી વ્યક્તિએને બીજું એક ફોર્મ ભરવું પડશે. જેમા તેની તમામ માહિતી ભરવી પડશે.
  • 3. તેના પછી કેન્ડીડેટનું પેનલ ઈન્ટરવ્યૂ થશે.

આ ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા પછી 31 દેશોમાંથી દર વર્ષે 20થી 25 યુવાનોની પસંદગી કરવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરી અરજી કરી શકાય છે. (https://www.grocentre.is/gest/media-gest/news/open-call-for-nominations-for-the-2024-gro-gest-programme)

કોણ છે અદિતી?
અદિતી જાતિય સમાનતા મુદ્દે છેલ્લા 10 વર્ષથી સતત અવાજ ઉઠાવતી આવી છે. આ વિષય પણ તેણે અનેક લેક્ચર, વર્કશોપ કરી છે. 2019માં બર્લિનમાં 'આઈ સાઈન્ટિસ્ટ' કોન્ફ્રન્સમાં ભારતમાં જાતિય સમાનતા પર વાત કરવા માટે સ્પીકર તરીકે અદિતીને આમંત્રણ અપાયું હતું.

અદિતીનો પ્રોજેક્ટ
અદિતિએ જેન્ડર પોડકાસ્ટ રજૂ કરી જીઈએસટી પ્રોગ્રામમાં પસંદગી પામી છે. આ એક જેન્ડર સેન્સિટાઈજેશન પર એક એડ્યુટેન્મેન્ટ પોડકાસ્ટ છે. આ પોડકાસ્ટમાં પૌરાણિક કથાઓ અને સ્ટેરિયોટાઈપ કહાનીઓ પરથી પડદો ઉચકશે. તેમાં પગારમાં અસમાનતા, મહિલા-પુરુષની ભૂમિકા, કારકિર્દી, લગ્ન વગેરે જેવા વિષયો પર વાત કરવામાં આવી છે. પોડકાસ્ટમાં છોકરાઓ પણ રડી શકે છે, પુરુષો રાંધી શકે છે, છોકરીઓ કારકિર્દીનું લક્ષ્ય નક્કી કરી શકે છે, છોકરીઓ કાર સાથે જ્યારે છોકરાઓ ઢીંગલી સાથે રમી શકે છે, જેવી વાતો મનોરંજન સાથે કહેવામાં આવશે.

તમે પણ અભ્યાસ કરવા ફ્રીમાં જઈ શકો છો આઈસલેન્ડ

  • જીઆરઓ જીઈએસટી પ્રોગ્રામ માટે 2024 માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે.
  • આ પ્રોગ્રામ હેઠળ અભ્યાસ કરવા ઈચ્છુક ઉમેદવારે જાતિય સમાનતા માટે ઓછામાં ઓછું 2 વર્ષ કામ કરેલું હોવું જોઈએ.
  • કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી બીએ/બીએસ/બેએડની ડિગ્રી હોવી જોઈએ. અંગ્રેજી લખતા અને વાચતા આવડવું જોઈએ.
  • જુનિયર પ્રોફેશનલ અથવા રિસર્ચર (35 વર્ષથી ઓછા) તેના માટે અરજી કરી શકે છે
  • અરજી કરનાર ઓછી આવક ધરાવતા દેશનો નાગરિક અથવા પછાત સમાજમાંથી હોવો જોઈએ
અન્ય સમાચારો પણ છે...