યાત્રાળુઓને હાલાકી:ભારે વરસાદના કારણે ઓખા એક્સપ્રેસ ટ્રેન 5 કલાક મોડી પડી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની અન્ય ટ્રેનો પણ 35 મિનિટથી માંડી 5 કલાક મોડી

જામનગર શહેર સહિત રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેને પગલે ટ્રેન વ્યવહાર અસર થતાં જામનગર રેલવે સ્ટેશન પર આવાગમન કરતી ટ્રેન 35 મિનિટથી લઈને 5 કલાક મોડી આવી હતી. જેને કારણે યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેને પગલે રાજ્યના અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં જળબંબાકારની સ્થિતિ પણ ઊભી થઈ હતી. વળી હવામાન વિભાગે આગામી 15 તારીખ સુધી ભારે વરસદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે ચાર પાંચ દિવસથી જામનગર સ્ટેશન પર આવાગમન કરતી ટ્રેન મોડી ચાલી રહી હતી. ત્યારે ગુરુવારે શાલીમાર ઓખા એક્સપ્રેસ સમય કરતાં પાંચ કલાક પોરબંદર એક્સપ્રેસ 35 મિનિટ મોડી આવી હતી. જેના પગલે જામનગર સહિતના યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...