રોડના કામનું ચેકિંગ:જામનગરના અલગ-અલગ વોર્ડમાં સીસી રોડના કામનું અધિકારીએ ચેકિંગ હાથ ધર્યું

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગર પાલિકાના સિવિલ વિભાગ દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી પછી મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર તથા સિટી એન્જિનિયર ભાવેશ જાની દ્વારા સીસી રોડના કામનું રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગર પાલિકાના સિવિલ વિભાગ દ્વારા શહેરના વોર્ડ નં.16માં આશીર્વાદ દીપ સ્કૂલથી અલખધણી પાન એન્ડ કોલ્ડ્રીક્સ તેમજ કૃણાલ પાર્ક શેરી નં.1માં સીસી રોડના કામકાજનું રિબાઉન્ડ હેમર ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ નં.5માં પંચવટી સોસાયટી મેઈન રોડ અને મારૃતિનંદન સોસાયટી શેરી નં.3માં સીસી રોડના કામનું રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરવામાં અવ્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન સિવિલ વિભાગના નાયબ એન્જિ. હિતેશ પાઠક સહિતના કર્મચારીઓ સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...