જામનગર સહિત ગુજરાતભરમાં કોરોનાની એન્ટ્રી થતા વિદ્યાર્થીઓમાં મહામારીનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. વિદ્યાર્થીઓમાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સમાં રહેલી અન્ય સુવિધાઓનો ઉપયોગ અને ઓનલાઇન ગેમ્સનું પ્રમાણ ખૂબજ વધ્યું છે. પરિણામે વિદ્યાર્થીઓ ઓનલાઈન કલાસ દરમિયાન પણ પ્રાઇવેટ વિન્ડો ખોલી ઓનલાઇન તેમજ ઓફલાઇન ગેમ્સ રમી રમતા તેની સીધી અસર બાળકોના સ્વાસ્થય અને વ્યવહાર પર પડી રહી છે.
વધુ પડતી ગેમ્સ અને સ્ક્રિનના ઉપયોગથી બાળક આળસુ અને ચીડચીડિયુ બને છે. ગેઝટમાં સતત ફાઈટીંગ ગેમ્સ રમતા વ્યક્તિ પ્રત્યે બાળકનું વર્તન હિસંક પણ બની શકે છે તેમ જામનગર મનોચિકિત્સક તબીબોએ જણાવ્યું છે. બાળકો ઇલેકટ્રોનીક ગેઝેટ્સનો ઉપયોગ ઓછો કરે અને ઓનલાઈન ગેમ્સની ખરાબ ટેવ છૂટે તે માટે બાળકોને વય પ્રમાણે ઇતર પ્રવૃતિઓ તરફ વાળવવા જોઈએ તેમજ તેના માતા પિતાએ તેના સાથે સારી સારી વાતો શેર કરી, બાળકોનું જ્ઞાન વધે તે પ્રકારની ચર્ચાની સાથે તેમની આવડત પ્રમાણે કાર્યની સોંપણી કરવી જોઈએ તેમ તબીબોએ ઉમેર્યુ છે.
બાળકોને ગેઝેટ્સની લત ન લાગે તે માટે માતા-પિતાએ આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી
ગેઝેટ્સની બાળકો પર ગંભીર અસર
બાળકોને ફ્રી સમયમાં અન્ય પ્રવૃતિઓ તરફ વાળવા જોઇએ
ઇલેકટ્રોનીક ગેઝેટ્સના વધુ પડતા ઉપયોગ અને તેમાં વધુ પડતી ઓનાલાઇન ગેમ્સ રમવાની ટેવમાંથી બાળકોને મુકિત મળે તે માટે બાળકોને ફ્રી સમયમાં અન્ય પ્રવૃતિઓ તરફ વાળવા જોઇએ. બાળકો જયારે ગેઝેટ્સનો ઉપયોગ કરતા હોય ત્યારે તેના પર નજર રાખવી જોઇએ જેથી તેઓ ગેઝેટ્સનો દુરપયોગ ન કરે અને તેના પર અવળી અસર પણ ન થાય.> ડો.અરૂણ ખત્રી, મનોચિકિત્સ, જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.