કોરોના:જામનગર જિલ્લામાં આજે નવા 161 કેસ, એક્ટિવ કેસનો આંક 950 ને પાર પહોંચ્યો

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 121 કોરોના પોઝિટિવ નોંધાયા અને 56 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
  • જીલ્લામાં 40 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા અને 9 દર્દીઓ કોરોના અને માત આપવામાં સફળ

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 161 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેર માં 121કોરોના કેસ આવ્યા જિલ્લામાં હવે 40 કોરોના પોઝિટિવ કેસ આવ્યા જયારે એક્ટિવ સંખ્યા વધીને 950 થી વધુ પર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 121 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 950 ને પાર પહોંચી ચૂકી છે.

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટના પણ 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6 લાખ 12 હજાર 822 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 42 હજાર 384 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...