• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Notorious Salim Of Salaya, Whose Quantity Of Drugs Was Seized From His House, Was Also Sentenced To 10 Years In The Mumbai Drug Case.

ડ્રગ્સકાંડ:ડ્રગ્સનો જથ્થો જેના ઘરમાંથી પકડાયો એ સલાયાના કુખ્યાત સલીમને મુંબઈના ડ્રગ્સ કાંડમાં પણ 10 વર્ષની સજા થઇ હતી

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના ડ્રગ્સકાંડમાં સલાયાના કુખ્યાત બે ભાઈઓના ઘરેથી પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો તે સલીમને મુંબઈ ડ્રગ્સકાંડમાં પણ અગાઉ 10 વર્ષની સજા પડી ચૂકી છે તેમજ તેના ઉપર અન્ય કેસો પણ થયા છે. સલાયામાં આ તેનો પ્રથમ કેસ ગણવામાં આવી રહ્યો છે, પરંતુ સલાયા બહાર તેના ઉપર અનેક કેસો બોલે છે.

ખંભાળિયાના ડ્રગ્સકાંડમાં પરપ્રાંતિય ઝડપાયા બાદ તેણે તે જથ્થો સલાયામાંથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે સલાયાના કુખ્યાત સલીમ કારા અને અલી કારાના ઘરે દરોડો પાડી 47 પેકેટ વધુ ડ્રગ્સ કબજે કર્યું હતું. આ તકે પોલીસને જાણવા મળ્યું હતું કે, સલીમ અગાઉ પણ મુંબઈમાં ડ્રગ્સ કેસમાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. તેમજ તેના ઉપર અન્ય કેસ પણ થઈ ચૂક્યા છે. સલાયામાં આ તેનો પ્રથમ ગુનો માનવામાં આવી રહ્યો છે છતાં પણ અગાઉ કોઈ ખેપ મારી હોય તે બધી વિગત પોલીસના રિમાન્ડમાં બહાર આવશે.

દેવભૂમિ દ્વારકા પોલીસે બુધવારે પરોઢીયે નશીલા પદાર્થના મોટા રેકેટનો પર્દાફાશ કરતા 88.25 કરોડના ડ્રગ્સ સાથે મુંબઇના થાણેમાં રહેતા શાકભાજીના વેપારીને દબોચી લીઘો હતો જેની પુછપરછ દરમિયાન હાલારના ઇતિહાસના સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પણ પકડાયો હતો.અગાઉ દાણચોરી માટે પંકાયેલો દેવભૂમિ જિલ્લામાં ડ્રગ્સના કાળા કારોબારનો પણ પર્દાફાશ થયો છે. દાયકાઓ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લો સોના,ચાંદી, ઇલેકટ્રીક આઇટમો,સિગારેટ વગેરે સહિતની વિદેશી વસ્તુઓની દાણચોરી માટે પંકાઇ ગયો હતો.

ભુતકાળમાં હથિયારોની હેરાફેરી માટે પણ હાલારના સમુદ્રી માર્ગનો ઉપયોગ થયાનુ ખુલ્યુ હતુ.હથિયારોની આંતરરાજય ઘુસણખોરીમાં પણ કેન્દ્ર સ્થાને રહયો હતો એવુ પણ જાણકારો સુત્રો જણાવે છે. જે બાદ લાંબા સમય બાદ દેવભૂમિના ખંભાળિયા નજીક સલાયા પંથકમાં હેરોઇન અને એમડી ડ્રગ્સનો કરોડોની જથ્થો પકડાતા ફરી હાલાર ચર્ચાના ચકડોળે ચડયુ છે.

દેવભૂમિ પોલીસે ખાસ્સી કવાયત બાદ ડ્રગ્સના મસમોટા કૌભાંડનો પદાર્ફાશ કર્યો છે જેની તપાસમાં સમગ્ર કૌભાંડ આંતર રાજય છે કે આંતરરાષ્ટ્રીય ?સરહદ પાર કયાંથી નશીલા પદાર્થ ઠાલવાયા છે ? સહિતની બાબતોનો તાગ મળશે.જે પ્રકરણમાં પોલીસ ઉપરાંત જુદી જુદી એજન્સીઓ પણ ઝુકાવશે એવા નિર્દેશ મળ્યા છે.

1999માં કાળાભાર ટાપુ પરથી 130 કિલો બિનવારસુ ચરસ મળ્યું હતું
વર્ષ 1999માં સલાયા નજીક આવેલા કાળાભાર ટાપુ પર શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે તેની તપાસણી કરતા ટાપુ પરથી 17 જેટલા પેકેટમાંથી 130 કિલો જેટલો ચરસ મળી આવતા જે તે સમયે ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ચરસનો જથ્થો અહીં કોણ મૂકી ગયું ? તેમજ કોણ લેવા આવવાનું હતું ? તે આજ સુધી બહાર આવ્યું નથી.

સલીમ વોન્ટેડ હતો ત્યારે ઉંઝા પાસેની દરગાહમાંથી ઝડપાયો હતો
સલીમ જ્યારે એક કેસમાં વોન્ટેડ હતો ત્યારે પોલીસની લાખ કોશિષ છતાં હાથમાં આવતો ન હતો જે કેસ એટીએસે હાથમાં લીધો હતો તેને ઉંઝાની એક દરગાહમાંથી પકડી પાડ્યો હતો અને જે જે કેસમાં વોન્ટેડ હતો તે પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...