મિશ્ર ઋતુ:રાત્રીનો પારો 1 ડિગ્રી ગગડ્યો દિવસનો 1 ડિગ્રી ઉંચકાયો

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આંશિક ગરમીથી રોગચાળો વધ્યો
  • ​​​​​​​શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું

જામનગરમાં શિયાળામાં મહતમ તાપમાન વધીને 34 ડિગ્રીએ પહોંચતા ગરમીનું પ્રમાણ પુન: વધ્યું છે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાતા લોકોએ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. દિવસનું તાપમાન 1 ડિગ્રી ઉંચકાયુ઼ છે તો રાત્રીનું તાપમાન 1 ડિગ્રી ગગડ્યું હાેવાનું નોંધાયુ છે. મહતમ તાપમાનમાં શનિવારથી જ વધારો નોંધાઇ રહ્યો છે. આથી વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે મિશ્ર ઋતુથી વાયરલ રોગચાળામાં વધારો થયો છે.

હાલારમાં શિયાળામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. શનિવાર થી જ મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બુધવારે મહત્તમ તાપમાન 34 ડીગ્રી નોંધાતા શહેરીજનોએ બપોરના સમયે ગરમીનો અહેસાસ કર્યો હતો.જો કે લઘુતમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ડિગ્રીનો ઘટાડો થતાં બુધવારે ઠંડીનો પારો 20 ડિગ્રી નોંધાયો હતો. જેથી વહેલી સવારે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી થતા મિશ્ર વાતાવરણ સર્જાઇ રહ્યું છે. જેની માઠી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...