નિરીક્ષણ:જામનગરના નવનિયુક્ત મનપા કમિશનરે શહેરમાં ચાલતા વિકાસ કામોના સ્થળની મુલાકાત લીધી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિગ્જામ ઓવરબ્રિજ અને ફોરલેન આસ્ફાલ્ટ રોડના કામોનું નિરીક્ષણ કર્યું

જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનીંગ શાખા દ્વારા શહેરમાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેનું કામ 60% થી વધુ ની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે જ્યારે બાકીનું કામ હાલ ચાલી રહ્યું છે જેમાં બ્રિજ કાર્યરત થતાં શહેરને લાખો નાગરિકોને દરરોજ અવર-જવરમાં લાભ મળશે.

જ્યારે જામનગરમાં રાજ્ય સરકાર શહેરી વિકાસ વિભાગના ફાટક મુક્ત થશે તે દિશામાં વધુ એક પગલું આગળ માંડશે. જ્યારે લોકોને વાહનચાલકોને સીધા છે તે સ્થળ વિના ટ્રાફિકની ગંભીર પરિસ્થિતિ નો સામનો નહીં કરવો પડે અને પોતાનો સમય બચાવી સમયસર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકશે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી એ ઓવરબ્રિજની કામગીરી ની મુલાકાત લીધી હતી અને કામના પ્રોગ્રેસ અંગે કમિશનર વિજય ખરાડી ફરજ પરના અધિકારીઓ પાસે માહિતી મેળવી હતી. ઓવરબ્રિજનીકામગીરી 60 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે કમિશનર વિજય ખરાડી એ સાઇટ વિઝીટ કરી હતી અને સિટી એન્જિનિયર શૈલેષ જોષી અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના કાર્યપાલક એન્જિનિયર ભાવેશ જાની પાસેથી ઓવરબ્રિજની કામગીરીનો રિપોર્ટ લીધો હતો. તેમજ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ કમિશનર દ્વારા આપવામાં આવી હતી.

કમિશનર વિજય ખરાડીએ જામનગર શહેરમાં ચાલતા સમર્પણ સર્કલથી બેડી બંદર રોડ, દિગ્જામ સર્કલથી એરપોર્ટ રોડ પર એલ સી નંબર 199 પરના રેલવે ઓવરબ્રિજ તેમજ નાગમતી નદી બ્રિજ થી અન્નપૂર્ણા ચોકડી તથા હાપા માર્કેટિંગ યાર્ડથી રાજકોટ રોડ સુધીના ફોરલેન આસ્ફાલ્ટ રોડની સાઇટ વિઝીટ કરી હતી.

જામનગર શહેરમાં ત્રીજો ઓવર બ્રિજ બની રહ્યો છે. જે 23.84 કરોડ ના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે જેનું કામ 60 ટકાથી વધુ પૂર્ણ થઇ ચૂક્યું છે જે કામ 1 વર્ષ પહેલા 2020 શરૂ થયું હતું. ત્યારે આ ઓવર બ્રીજનું કામ આપ વર્ષમાં 2021 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે . તેઓ પ્રોજેક્ટ પ્લાનિંગ એન્જિનિયર ભાવેશ જાનીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...