તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવા અધિકારીઓના હાથમાં કમાન:જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટર, ડીડીઓ અને મનપા કમિશનરે ચાર્જ સંભાળ્યો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ ચાર્જ સંભાળતા જ અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજી

જામનગર મહાનગરપાલિકામાં નવનિયુક્ત કમિશનર વિજય ખરાડી આજે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ નવનિયુક્ત કમિશનર વિજય ખરાડી મહાનગરપાલિકાની શાખાઓને મુલાકાત લીધી હતી અધિકારીઓ સાથે મિટિંગ પણ યોજી હતી. સિવિલ શાખા.લાઈટ શાખા, પ્રોજેક્ટ શાખા જેવી મુખ્ય કચેરીની મુલાકાત અને માહિતી મેળવી હતી. અધિકારીઓ સાથે મિટિંગ પણ યોજી હતી.

વિજય ખરાડી ,કમિશનર જામનગર મહાનગરપાલિકા
વિજય ખરાડી ,કમિશનર જામનગર મહાનગરપાલિકા

જામનગર શહેર મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી દાહોદના કલેકટર હતા અને તેમની બદલી જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી ને તરીકે મુકાયા છે.

જામનગર મ્યુનિસિપલ નવનિયુક્ત કમિશનર વિજય ખરાડી 2009 ની આઇ.એ.એસ બેચના છે. આ પહેલા આસિસ્ટન્ટ કલેકટર રાજપીપળા, ડી.ડી.ઓ જામનગર રહી ચૂક્યા છે. ત્યારબાદ ડી.ડી.ઓ સુરત તેમજ કલેકટર છોટા ઉદયપુર અને કલેકટર દાહોદ રહી ચૂક્યા છે ત્યાર બાદ રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચિપતા જામનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી અને આજરોજ મ્યુનિસિપલ કમિશનર તરીકે વિજય ખરાડી સંભાળ્યો હતો.

મિહિર પટેલ , ડીડીઓ જિલ્લા પંચાયત જામનગર
મિહિર પટેલ , ડીડીઓ જિલ્લા પંચાયત જામનગર

જ્યારે બીજી તરફ જામનગર જિલ્લા પંચાયતમાં ડી.ડી.ઓ તરીકે મિહિર પટેલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો. જયારે નવનિયુક્ત ડીડીઓ મિહિર પટેલ ચાર્જ સંભાળતા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પર મિટિંગ યોજી હતી તેમજ જિલ્લા પંચાયતની વિસ્તારની માહિતી મેળવી હતી. ત્યારે જામનગર શહેર-જિલ્લામાં કલેક્ટર કમિશનર અને ડીડીઓએ ચાર્જ સંભાળી લીધો છે

સૌરભ પારધી, કલેકટર જામનગર
સૌરભ પારધી, કલેકટર જામનગર

જયારે જુનાગઢ જીલ્લાના કલેકટર તરીકે લાંબો સમય ફરજ બજાવ્યા બાદ સૌરભ પારઘીએ ગઈકાલે જ ચાર્જ સંભાળી લીધો છે. મહેસુલ, ખેતીવાડી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે કુશળતા પૂર્વક નિર્ણયો લેવામાં માહિર એવા પારઘીએ કલેકટર રવિશંકર જ્યાંથી છોડીને ગયા છે ત્યાંથી જ નવી શરુઆત કરી જીલ્લાવાસીઓના કલ્યાણ માટે કાર્ય કરશે એમ કહ્યું છે. જયારે જામનગર કમિશનર તરીકે બદલી પામી આવેલ કમિશ્નર વિજય ખરાડીએ આજે ચાર્જ સંભાળ્યો છે. મહાનગર પાલિકાના પદાધિકારીઓને સાથે રાખી શહેરના સંતુલિત વિકાસની નેમ ખરાડીએ વ્યક્ત કરી છે. જયારે જીલ્લા વિકાસ અધિકારી તરીકે આવેલ મીહિર પટેલએ જીલ્લાના સંતુલિત વિકાસની નેમ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...