તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:જામનગરના નવનિયુક્ત કલેકટર અને મનપા કમિશનરે જીજી હોસ્પિટલના વિભાગોનું નિરીક્ષણ કર્યું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા હોસ્પિટલમાં કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી

જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટર અને મનપા કમિશનરે આજે જીજી હોસ્પિટલની મુલાકાત લઈ અલગ અલગ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે લડવા માટે કેવી તૈયારીઓ છે તેની પણ સમીક્ષા કરી હતી.

કલેકટર ડો. સૌરભ પારઘી અને મનપા કમિશરન વિજય ખરાડી આજે સવારે જીજી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં આવેલા અલગ અલગ વિભાગોની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. સાથે હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી.

જામનગર કલેકટર ડો. સૌરભ પારધી અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી સૌરાષ્ટ્રની મોટી ગણાતી જી.જી હોસ્પિટલ ના અલગ અલગ વિભાગો નું નિરીક્ષણ કર્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા જીજી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ હોવાનો કલેકટર દ્વા્રા દાવો કરાયો હતો.

કલેકટર અને કમિશનરની મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનર એ.કે. વસતાણી, ચીફ ફાયર ઓફિસર, આરોગ્ય અધિકારી, જીજી હોસ્પિટલના ડીન ડો. નંદિની દેસાઈ, ડો. તિવારી, ડો. ભૂપેન્દ્ર ગોસ્વામી, ડો. વસાવડા સહિતની ટીમ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...