તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજ્જવળ તક:વૈક્લ્પિક વિષય તરીકે NCCનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની સોનેરી તકો લાવશે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NCC હવે એકસ્ટ્રા એકટીવીટી નહી, વૈકલ્પિક વિષય તરીકે અભ્યાસક્રમમાં સામેલ કરાયો

યુજીસીની વર્ષ 2021ની ગાઇડલાઇન્સ દ્વારા ભારતની તમામ યુનિવર્સિટીઓને એનસીસીને જનરલ ઇલેકટીવ ક્રેડિટ કોર્સ તરીકે અભ્યાસક્રમમાં ઉમેરવાના નિર્દશે કરવામાં આવ્યા છે. ગુજરાત એનસીસી નિર્દેશાલય અંતર્ગતના જામનગર એનસીસી ગૃપ હેડકવાર્ટસ દ્વારા પણ વિદ્યાર્થીઓની કારર્કીદીને ઉજ્જવળ કરતા આ નિર્ણયનો મહતમ વિદ્યાર્થીઓ લાભ લે તેવા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. જામનગર, પોરબંદર, વેરાવળ, ભૂજ, ગાંધીધામ આ તમામ યુનિટનાં કોલેજનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ વધુમાં વધુ સંખ્યામાં એનસીસીના આ જીઇસી કોર્સમાં જોડાય તે માટે એનસીસી જામનગર ગૃપ હેડકવાર્ટરના ગૃપ કમાન્ડર કર્નલ કે.એસ. માથુર દ્વારા કોલેજ પ્રશાસન અને એએનઓનો સંપર્ક કરી આ બાબતે વધુમાં વધુ સક્રિય બનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

કોલેજમાં જે વિદ્યાર્થીઓ આ જીઇસી કોર્સની પસંદગી કરશે તેમને કુલ 6 સેમિસ્ટરમાં એનસીસી પાઠયક્રમનો અભ્યાસ કરવાનો રહેશે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય વિંગ્સનાં કોમન સબજેકટસ અને સ્પેશ્યલ સબજેકટસ સામેલ થશે. અભ્યાસક્રમ અંતર્ગત ફાયર ફાઇટીંગ, નેચરલ ડિઝાસ્ટર, યોગા, લીડરશીપ, ઇફેકટીવ કોમ્યુનિકેશન વગેરે વિષયોના અભ્યાસ ઉપરાંત ડ્રીલ, વેપન ટ્રેનીંગ સહિત વિવિધ કેમ્પોમાં પણ તાલીમ મેળવવાની રહેશે.

કોર્સની સફળતાપૂર્ણ તાલીમ બાદ વિદ્યાર્થીઅોને એનસીસી બી તથા સી સર્ટીફિકેટ તેમજ 24 ક્રેડિટ પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દીમાં અભ્યાસ તથા સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીની ભરતીઓમાં ઉપયોગી અને ફાયદાકારક નિવડશે. આમ એનસીસીના જીઇસી કોર્સમાં જોડાઇને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થનીઓ સર્વાંગી વિકાસ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...