લોકઅદાલત:જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં 26 જુનના રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેક, બેંક રિકવરી દાવા, તકરારી સહિતના કેસનો સમાવેશ કરવામાં આવશે
  • ​​​​​​​કોર્ટમાં કેસ ​​​​​​​પેન્ડીંગ હોય તે લોક અદાલતમાં મૂકાશે: સંપર્ક કરવા જણાવાયું

જામનગર જિલ્લાન તમામ કોર્ટમાં આગામી તા.26 જૂનના રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં ચેક, બેંક રિકવરી દાવા, તકરારી સહિતના કેસનો સમાવેશ થાય છે. કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે લોક અદાલતમાં મૂકવામાં આવશે.

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જણાવવામાં આવે છે કે આગામી તા.26 જૂનના રોજ જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના ચેકના કેસ, બેન્ક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના (સમાધાનપાત્ર ન હોય તેવા) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ જે ડીસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા જ કેસ, અન્ય સિવિલ કેસ જેમાં ભાડુઆત સુખાધિકાર કેસ, મનાઈ હુકમના દાવા, સ્પેસિફિક પર્ફોર્મન્સ વગેરે બાબતો /કેસ માટેની રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આગામી તા.26 જૂનના નાલસાના એક્શન પ્લાન મુજબ આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આ તમામ પેન્ડિંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ લાવવા માટે પોતાના વકીલ દ્વારા જે તે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તે કોર્ટના કેસો લોક અદાલતમાં મુકવા માટે સંપર્ક કરવાનું જણાવવમાં આવે છે. લોક અદાલતોનો આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ઉપરોક્ત જણાવેલ પેન્ડિંગ કેસમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માટે છે જેનાથી પક્ષકાર સમાધાનથી કેસોનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારોને ઝડપથી ન્યાય મળી શકે છે.

લોક અદાલતના માધ્યમથી કેસોમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની અને સમયની બચત પણ થાય છે.લોક અદાલત અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ફોન નં. 2550106 ઉપર સંપર્ક કરી શકાશે. જિલ્લા, તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડિગ હોય તો તે જિલ્લા-તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...