તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક અદાલત:જામનગરની અદાલતોમાં તા.10 જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર તાલુકા મથકોની અદાલતોના આયોજન ભાગ લેવા અપીલ

જામનગરમાં રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દિલ્હીના આદેશ મુજબ જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં તા.10 જુલાઈ શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાની તમામ અપીલ અદાલતો તથા સિનિયર અને જુનિયર દિવાની અદાલતોમાં તેમજ તાલુકા ખાતેની કાર્યરત તમામ અદાલતોમાં તા 10 મી જુલાઇ શનિવારના રોજ યોજાનારી લોકઅદાલતમાં સમાધાનને પાત્ર ફોજદારી નેગોશિયેબલ ઈસ્ટુમેન્ટ એક ના કેસ, બેગ રિકવરીના દાવા, અકસ્માત કેસ, લેબર તકરારના, લગ્ન વિષયક, વીજળી અને પાણીના બિલના, કૌટુંબિક તકરારના ,સર્વિસ મેટર, જમીન સંપાદનના નિવૃત્તિના લાભ ના, રેવન્યુના જિલ્લા અદાલત અને હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય તે જ, ભાડુત, સુખાધિકાર મનાઈ હુકમ ના દાવા, પેસિફિક પર્ફોમન્સ વગેરેના કેસ ચાલી શકશે.

આ પ્રકારના કેસોમાં સમાધાનની તકરાર નિવારણ કરવા અરજદારો પોતાના વકીલ મારફત જે તે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તે કોર્ટનો કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરી શકે છે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...