કાનૂની લડત:અવસાન પામેલા ભાઈ કુંવારા હોવાનું જણાવી નામ રેકર્ડમાંથી કમી કરાવાયું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચંગા ગામની ખેતીની જમીન અંગે કાનૂની લડતનો પ્રારંભ થયો
  • વારસદારોએ​​​​​​​ ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ વિલંબ માફની અરજી કરી

જામનગરના ચંગા ગામે આવેલી ખેતીની કિંમતી જમીનના ત્રણ માલિક પૈકીના એક માલિક નાઈરોબીમાં રહેતા હતા અને ત્યાં જ અવસાન પામ્યા હતા. તે પછી બાકીના માલિકે મૃત્યુ પામનાર વ્યક્તિ અપરિણીત હતા તેમ જણાવી ગામ નમુના નં. 6માં હક્ક કમી કરાવી નાખતા અને આ બાબત અવસાન પામનારના વારસદારના ધ્યાનમાં આવતા તે અંગેની કાનૂની લડત શરૂ કરવામાં આવી છે. વારસદારે ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ વિલંબ માફ કરવાની અરજી સાથે અપીલ કરતા કાનૂની જંગ શરૂ થયો છે.

જામનગર તાલુકાના ચંગા ગામમાં ખાતા નં.126 માં જૂના રે.સ.નં. 235 તથા નવા રે.સ.નં. 542થી આવેલી ખેતીની જમીન કે જે ઢફીયોના નામથી ઓળખાય છે તે જમીન દેવચંદ મેઘજી શાહ, પ્રેમચંદ મેઘજી શાહ અને ગુલાબ મેઘજી શાહના નામથી રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલી હતી. તે પૈકીના દેવચંદ મેઘજી શાહનું નાઈરોબીના કેન્યામાં વર્ષ-2001માં અવસાન થયું હતું.

તે પછી ગુજરનાર દેવચંદભાઈના વારસો વિદેશમાં રહેતા હોય દેવચંદભાઈના સગાભાઈએ દેવચંદભાઈનું નામ ગામ નમુના નંબર 6માં કમી કરવા અંગે અરજી કરી હતી. તે બાબતે ગુલાબ મેઘજી શાહે અવસાન પામનાર દેવચંદભાઈ અપરિણીત હતા તેમ જણાવી તેઓના વારસદાર ન હોવા અંગેનું સોગંદનામું કરી નામ કમી કરવા જણાવતા સર્કલ ઓફિસરે તે નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કર્યો હતો અને શાહ દેવચંદ મેઘજીનું નામ કમી થઈ ગયું હતું.

ત્યારપછી આ ગુજરનાર દેવચંદભાઈના વારસદાર પુત્ર જયેશભાઇને ધ્યાનમાં આવી હતી. તેથી તેઓએ જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી સમક્ષ કાકા પ્રેમચંદ મેઘજી શાહ, ગુલાબ મેઘજી શાહ વગેરેને પક્ષકાર તરીકે જોડી વિલંબ માફ કરવાની અરજી સાથે અપીલ કરી છે. આથી કાનૂની જંગ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...