તપાસ:ધ્રોલમાં છાત્રાના આપઘાતનું રહસ્ય હજુ પણ અકબંધ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ હવે વિદ્યાસંકુલના સંચાલકો અને માતા-પિતાના નિવેદન નોંધશે

ધ્રોલની ભાગોળે ખારવાના ગણેશ વિધા સંકુલમાં ધો.9માં અભ્યાસ કરતી એક વિધાર્થીનીએ હોસ્ટેલના રૂમનો દરવાજો બંધ કરી ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીઘો હોવાનો બનાવ ભારે ચકચાર મચાવી દીધી છે. બીજી બાજુ બે દિવસ થયા છતાં પણ વિદ્યાર્થિનીએ આપઘાત શું કામ કર્યો ? તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. પોલીસ વિદ્યાસંકુલોના સંચાલકો અને માતા-પિતા સાથે વાત કરશે તે પછી જ આ ઘટનામાં કશુ બહાર આવશે તેમ જણાવી રહી છે.

ધ્રોલ તાલુકાના ખારવામાં આવેલા ગણેશ વિધા સંકુલની હોસ્ટેલમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી મહેશ્વરીબા સંજયસિંહ જાડેજા (ઉ.વ. 14) નામની વિધાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

મૃતક વિધાર્થીનીએ કોઇ અગમ્ય કારણોસર આ પગલુ ભરી લીધુ હોવાનુ પ્રાથમિક તબકકે પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ. મૃતક વિધાર્થીની લાલપુર તાલુકાના મેઘપર પડાણા ગામની રહીશ હોવાનુ સામે આવ્યુ હતું. આ બનાવમાં 48 કલાક વીતિ ગયા છતાં હજુ વિદ્યાર્થિનીએ આપઘાત શું કામ કર્યો તે કારણ બહાર આવ્યું નથી. બીજી બાજુ પોલીસ હવે વિદ્યા સંકુલના સંચાલકોની પૂછપરછ હાથ ધરશે તેમજ મૃતક વિદ્યાર્થિનીના માતા-પિતા સંભવિત એક-બે દિવસમાં આવશે તેમનું પણ નિવેદન લેવામાં આવશે જે પછી કદાચિત આપઘાતનું કારણ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...