તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસૂલાત:જામનગરમાં વેરો ન ભરાતા 7 મિલકતો પાલિકાએ સીલ કરી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 135 મિલકત ધારકો પાસેથી સ્થળ પરથી જ 39 લાખની વસૂલાત

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા વસૂલાત ઝુંબેશ દરમિયાન 7 મિલકતો સીલ કરવામાં આવી હતી, જ્યારે 39 લાખની સ્થળ ઉપર જ વસૂલાત કરવામાં આવી હતી. જામનગરમાં બાકી રહેતી મિલકત વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે, અને વેરો ભરપાઈ નહીં કરનારાઓની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. જે અન્વયે ગઈકાલે સાત મિલકતો સીલ કરવામાં આવી હતી.

જેમાં ભાડુઆત ચંદુલાલ અમૃતલાલ ડાંગર-ગ્રેઈન માર્કેટ-મનમોહન માર્કેટ (રૂા. 45,554), અબ્દુલ મજીદ હાજી અબ્દુલ વાડીવાલા વગેરે, સુતરિયા બિલ્ડીંગ (38,993), કાજલબેન પારસભાઈ વોરા ત્રણ દરવાજા-મીઠાવાળી શેરી (રૂા.28,036), ગુલાબચંદ ભારમલ-ગ્રેઈન માર્કેટ, મીઠાવાળી શેરી (રૂા.27,145), વપરાશકર્તા વિનોદ પરમાણંદભાઈ લાલવાણી-સુભાષ માર્કેટ રોડ (રૂા. 26,864), જામનગર જિલ્લા એસ.કે.વી. સંધી-ભાડુઆત-ગિરીરાજ એજન્સી (રૂા. 24,920) અને અન્ય ભાડુઆત વાલજી કરમસીભાઈ (રૂા.24,885)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો