કમિશ્નરની કડક કાર્યવાહી:મનપાના અધિકારીને મહિનાની ફરજિયાત રજા પર ઉતારી દેવાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદોની ભરમાર બાદ મ્યુનિસિપલ કમિશ્નરે કરેલી કડક કાર્યવાહી
  • ડેપ્યુટી મેયર, ભાજપના કોર્પોરેટરે ગટર શાખા મુદ્દે રજૂઆત કરી હતી

જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેર અને ભૂગર્ભ ગટર શાખાના ઈન્ચાર્જ વડાને એક માસની ફરજિયાત રજા ઉપર ઉતારી દેવાનો મ્યુનિ. કમિશનરે આદેશ કરતા મહાનગરપાલિકા વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.

મનપાના ખુદ ડેપ્યુટી મેયર અને ભાજપના કોર્પોરેટરે ભૂગર્ભ ગટર શાખા મુદ્દે રજૂઆત કરતા પત્રો કમિશનરને પાઠવાયા હતાં. ત્યારપછી કમિશ્નરની કડક કાર્યવાહી કરી છે. જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેર અને ઈન્ચાર્જ શાખાના વડા જયેશ કાનાણીને ફરજિયાત રજા ઉપર ઉતારી દેવાનો મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા લેખિતમાં આદેશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે મહાનગરપાલિકા વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.

ભૂગર્ભ ગટર શાખાની નબળી કામગીરી અંગે ડેપ્યુટી મેયર તપન પરમાર અને ભાજપના કોર્પોરેટર નિલેષ કગથરાએ કમિશનર સમક્ષ લેખિત રજૂઆતો કરી હતી. ત્યારપછી તરત જ આ પગલાં લેવામાં આવ્યા છે. જો કે, અરજદારો, હોદ્દેદારો, ઉપરી અધિકારીના ફોન ઉપાડવા નહીં, ઓફિસમાં અપૂરતી હાજરી, અણઉકેલ રહેતા પ્રશ્નો વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ અધિકારીને ફરજિયાત રજા ઉપર ઉતારી દેવામાં આવ્યાનો ઉલ્લેખ સાથે લેખિત આદેશ કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છેકે, ભૂગર્ભ ગટર શાખાની શહેરીજનોમાં થોકબંધ ફરિયાદો છે, છાશવારે શહેરમાં ગટરો ઉભરાવા છતાં આ શાખા તથા કોન્ટ્રાકટરો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં અાવતી નથી.

અન્ય સમાચારો પણ છે...