મદદ:પતિ અને માતા સાથે ઝઘડો થતાં એમ.પી.ની 18 વર્ષીય પરિણીતા જામનગર પહોચી ગઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 181ની ટીમે તરૂણીનો કબજો સંભાળ્યો : સખી વનસ્ટોપ સેન્ટરમાં આશ્રય અાપવામાં આવ્યો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં તા.16ના સાંજના 7 વાગ્યાના સમયે અેક સામાજિક કાર્યકર દ્વારા 181માં ફોન કરી એક દીકરી ગામમાં મળી આવી છે અને 18 વર્ષની હોવાનું તથા કૂવામાં પડી આત્મ-હત્યાનો પ્રયાસ કર્યાે છે અને તે મૂળ એમ.પી.ના શોટીગોલાની હોવાનું જણાવ્યું છે. હાલ તેનું અહી કોઈ નથી તેમ જણાવે છે, આ અંગેની જાણ થતાં જ 181ની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને યુવતીનો કબજો સંભાળી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

જામજોધપુરના સમાણા ગામમાં 18 વર્ષની યુવતી ગામમાં મળી આવતા તેની જાણ 181ની ટીમને કરવામાં આવતા ટીમના કાઉન્સેલર પોપટ પૂર્વી, કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળે દોડી જઇ યુવતીનો કબજો સંભાળી પુછપરછ હાથ ધરવામાં આવતા પતિ સાથે અણબનાવ અને પતિ દ્વારા તું ગમતી નથી અને તારા હાથનું જમવાનું ભાવતું નથી તેવું વારંવાર કહેવામાં આવતું હતું અને માતા સાથે ઝઘડો થતા એમપીથી જામનગર પહોચી ગઇ હોવાનું સામે આવ્યું હતું.

સમાણાં ગામના સામાજિક કાર્યકરે આ યુવતીને આશરો આપેલ તેમજ કપડાં અને જમવાનુ પણ આપ્યું હતું અને 181ની ટીમ પહોચે ત્યાં સુધી તેને સાચવી હતી. યુવતીને હાલ આશ્રયની જરૂરિયાત લાગતા 181ની અભયમ ટીમે દિકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવાનો નિર્ણય લીધો જેથી તેને આશ્રય મળી રહે અને દિકરી ત્યાં સુરક્ષિત રહે તેથી ત્યાં રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...