માતાએ કહ્યું કે ‘મારૂ નામ પ્રીતિ મનસુખભાઈ ખાણધર છે, ઉ.વ.29, સંતાનોમાં મારે એક 7 વર્ષનો પુત્ર છે, જ્યારે બીજો પુત્ર 9 દિવસ જ છે. મારી આર્થિક સ્થિતિ ખૂબજ કંગાળ છે, મારો પતિ અન્ય રાજ્યમાં જેલમાં છે. મજબુરીમાં મારે મળે તે કામ કરવું પડે છે, હું ઘરકામ, મજુરી વગેરે કરી મારૂ તથા મારા સંતાનોનું ગુજરાન ચલાવવું છું અને ગમે તેમ મારો પતિ જેલમાંથી છૂટે તેવા પ્રયત્નો કરી રહી છું. પરંતુ મને કોઈ મદદ નથી, મારૂ કોઈ ઘર નથી, મને કોઈ સહારો આપવાવાળું નથી, મારા લગ્ન લવ મેરેજ છે, પતિ 12 મહિનાથી જેલમાં છે, સાસરુ નાની રાફુદળ છે, પરંતુ તેઓ અલગ ધ્રોલમાં રહેતા હતા. મારી પરિસ્થિતિના કારણે બાળકનો વ્યવસ્થિત ઉછેર કરી શકે તેમ ન હતું. બાળક પણ માંદુ રહેતું હતું એટલે તેને એક ક્ષણ માટે મેં મૂકી દેવા માટે મન બનાવ્યું, પરંતુ મન ન માન્યું અને તેટલામાં તો લોકોએ દેકારો બોલાવી દીધો.'
મહિલાએ વધુમાં જણાવ્યું કે, 'હું કોઈ મારા બાળકને તરછોડવા માંગતી નથી, બસ… તેમનું સારી રીતે ભરણપોષણ થાય તેમજ મારા પતિનો જેલમાંથી છૂટકારો થાય તેવી મારી ઈચ્છા છે. જોઈએ મને ભગવાન મદદ કરે છે કે કેમ ?’
બાળકને ઓટલા પર મૂકી દીધો હતો: પોલીસ
મહિલા ઘણા દિવસથી ન્હાઈ-ધોઈ ન હોય, મેલી-ઘેલી લાગતી હોય એટલે લોકોએ દેકારો બોલાવી દીધો હતો, મહિલાએ પોતાના બાળકને ઓટલા પર મૂકયો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને તમામને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. - સી.એમ. કાંટેલિયા, પીએસઆઈ, જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.