ભારે વરસાદની આગાહી:જામનગર જિલ્લામાં જાહેર કરાયેલ રેડ એલર્ટના પગલે તંત્ર દ્વારા કરાયેલ તૈયારીઓની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ-રસ્તા, વીજ પુરવઠો, આશ્રયસ્થાનો, પાણી પુરવઠો, રાહત અને બચાવ કામગીરી વગેરેની માહિતી મેળવી જરૂરી સુચના આપી
  • આગોતરા આયોજનના ભાગરૂપે જાનમાલની નુકસાની અટકાવવા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે

કલેક્ટર કચેરીના ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદના અનુસંધાને જામનગર જિલ્લામાં જાહેર થયેલ રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં મંત્રીએ લગત વિભાગોના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી હતી.મંત્રીએ તમામ તાલુકાઓમાં થયેલા કુલ વરસાદની માહિતી મેળવી ડેમના દરવાજાઓ ખોલવાની સ્થિતિ ઊભી થાય તો જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું.મંત્રીએ વરસાદથી ધોવાયેલ રોડ-રસ્તાનું તત્કાલિક સમારકામ કરી પૂર્વવત્ કરવા, વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જરૂરી ટીમો તૈયાર કરવા, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોની વ્યવસ્થા, તાલુકા વાર આશ્રયસ્થાનોની સ્થિતિ, ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ આવાગમનની વ્યવસ્થા વગેરેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષમાંથી બોધપાઠ લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં જાનમાલની નુકસાની અટકાવવા ખૂબ સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે કામ કરતા તંત્રને યોગ્ય સહયોગ આપવા પણ મંત્રીએ આ તકે જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. તેમજ કંઈપણ જરૂરિયાત ઉભી થાય તો મંત્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉપસ્થિત અધિકારીઓને મંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...