ઠંડીમાં ઘટાડા:સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીએ સ્થિર

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડી ઘટતા માર્ગો પર લોકોની ચહલપહલ વધી
  • ​​​​​​​મહતમ તાપમાન વધ્યું, ભેજનું પ્રમાણ 67 ટકા

જામનગરમાં રવિવારે સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 17 ડિગ્રીએ સ્થિર રહેતા લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. ઠંડી ઘટતા માર્ગો પર લોકોની ચહલપહલ વધી હતી. મહતમ તાપમાન વધ્યું છે. જામનગરમાં નવા વર્ષના પ્રારંભથી રવિવારથી ગુરૂવાર સુધી લઘુતમ તાપમાન પારો 12 થી 12.5 ડિગ્રી રહેતા શહેરી જનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ શુક્રવારથી લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઉછાળો આવ્યા બાદ લઘુતમ તાપમાન 14.8 ડિગ્રીએ સ્થિર થયું હતું.

ઠંડીમાં ઘટાડાનો સિલસિલો શનિવાર યથાવત રહયો હતો. શનિવારે લઘુતમ તાપમાનમાં વધુ 2.5 ડિગ્રીનો વધારો નોંધાતા શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતુ. રવિવારે નહીવત વધારા કે ઘટાડા સાથે શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું હતું. જેમાં રવિવારે 0.5 ડિગ્રીનો આંશિક ઘટાડો નોંધાતા રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. પવન ગતિ 10 થી 12 પ્રતિ કલાક રહી હતી.

અન્ય સમાચારો પણ છે...