તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવસાન:બીમારીમાં સપડાયેલા આધેડે દમ તોડ્યો

જામનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક

કાલાવડ તાલુકાના છતર ગામે રહેતા અને ડ્રાઇવર તરીકે કામ કરતા હનિફભાઇ હબીબભાઇ લાખાણી (ઉ.વ.47) નામના આઘેડને છેલ્લા એકાદ વર્ષથી કેન્સરની બિમારી થઇ હતી જેની સારવાર પણ ચાલી રહી હતી.જે દરમિયાન ગત તા.10ના રોજ તેઓની તબીયત બગડતા હોસ્પીટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનુ મૃત્યુ થયુ હતુ.

આ બનાવની નુરમામદભાઇ ઇસ્માઇલભાઇ લાખાણીએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં જામનગરના મેહુલનગર ટેલિફોન એક્ષચેન્જ વિસ્તારમાં પ્રગતિ પાર્ક-1 પાસે રહેતા જેરામભાઇ અરજણભાઇ ભીમાણી (ઉ.વ.50) નામના પ્રૌઢને પોતાના ઘરે અચાનક ચકકર આવતા બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં તબીબે તેને મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવની ગોવિંદભાઇ અરજણભાઇ ભીમાણીએ જાણ કરતા સીટી સી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો