તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:બાદનપરના વેપારીનું મ્યુકર માઇકોસીસથી મોત નિપજ્યું

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ 139 લોકો સારવાર હેઠળ, 50 દર્દીના ઓપરેશન થયા

જામનગર શહેર-જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના કેસો વધતા નથી તો સામે ડિસ્ચાર્જ રેસીયો પણ આેછો બની રહયો છે, જી.જી. હોસ્પિટલમાં હાલ 139 જેટલા લોકો મ્યુકરમાઇકોસીસની સારવાર લઇ રહ્યા છે. તેમાં શનિવારે બાદનપરના યુવાનનું મ્યુકર માઇકોસીસના રોગના કારણે મૃત્યુ થતાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 6 પર પહોચ્યો છે.

જામનગર શહેર-જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના કેસ વધતા નથી તો ઝડપથી ઘટતા પણ નથી, હાલ જી.જી. હોસ્પિટલમાં 139 દર્દીઓ આ રોગની સારવાર લઇ રહ્યા છે, જેમાંથી 50 જેટલા લોકોનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જયારે હજુ 8 થી 9 લાેકોનો આેપરેશન બાકી છે, જે આગામી બે દિવસમાં થઇ જશે. મ્યુકરમાઇકોસીસથી જિલ્લામાં અત્યાર સુધી કુલ 5 મોત થયા છે. ત્યારે શનિવારે દિનેશ દામજીભાઇ ભીમાણી (ઉ.વ.37) નામના વેપારી ગત તા. 28 એપ્રિલ 2021ના કોરોના થતાં રાજકોટ દાખલ કરવામાં આવ્યો હતો. જયા તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેને મ્યુકરમાઇકોસીસની બિમારી થઇ હોય અને સારૂ ન થતાં રાજકોટથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ થતાં પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...