તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Medical Chairman Issued A Circular, If The Statement Is In Debt, Reach The Dean's Office! No One Went, Did Not Trust The Committee's Investigation

યૌનશોષણ મામલો:તબીબી અધ્યક્ષે પરિપત્ર કર્યો, નિવેદન દેવું હોય તો ડીન ઓફિસ પહોંચો ! કોઈ ન ગયું, કમિટીની તપાસ પર ભરોસો નહોતો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અર્થવિહિન પરિપત્ર, આ પરિપત્ર પછી તપાસ અધિકારીઓ શુક્રવારની સવારે ડીન ઓફિસમાં એટેન્ડન્ટ્સ તેમજ કર્મચારીઓની રાહ જોતા જ  બેસી રહ્યા હતા. - Divya Bhaskar
અર્થવિહિન પરિપત્ર, આ પરિપત્ર પછી તપાસ અધિકારીઓ શુક્રવારની સવારે ડીન ઓફિસમાં એટેન્ડન્ટ્સ તેમજ કર્મચારીઓની રાહ જોતા જ બેસી રહ્યા હતા.
  • જામનગર બહારની કોઇ નિષ્પક્ષ એજન્સી અથવા તો કોર્ટ દ્વારા તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું હોવાનો મત

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ચકચારી યૌન શોષણના મામલે કલેકટરે કમીટીની રચના કર્યા બાદ મેડિકલ કોલેજના તબીબી અધ્યક્ષે જે એટેન્ડટ્સને કે અન્ય કોઇ લોકોને નિવેદનો આપવા હોય તેમણે શુક્રવારે સવારે ડીન કચેરીએ હાજર થવા જણાવ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે એકપણ વ્યક્તિ ત્યાં નિવેદન દેવા પહોંચી ન હતી. જેના કારણે તપાસ સમિતિ અને જે રીતે તપાસ થઇ રહી છે તેની સામે ગંભીર સવાલો ઉઠયા છે. જેથી હવે આ મામલે કોઇ બહારની એજન્સી નિષ્પક્ષ તપાસ કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

જામનગરની જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમ્યાન એટેન્ડન્ટ યુવતીઓના શોષણના ચકચારી મામલે ગુજરાતભરમાં ઘેરા પડઘા પડયા છે. ત્યારે સ્થાનિક તંત્ર જાણે તેને દબાવવામાં લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.એક બાજુ તપાસ સમિતિ પોતાનો અહેવાલ કલેકટરની સૂચનાથી તૈયાર કરી રહી છે તો બીજી બાજુ ગુરૂવારે જામનગરની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા પેશન્ટ એટેન્ડન્ટ, સુપરવાઇઝર અને ફીમેલ પેશન્ટ એટેન્ડન્ટ જેઓએ આ ઘટના અંગે નિવેદન આપ્યા નથી. તેઓને 18 જૂનના સવારે 10.30 કલાકે ડીન કચેરીએ ડીન સમક્ષ રજૂ થવાનું જણાવામાં આવ્યું હતું.

પરંતુ આશ્ચર્યજનક રીતે કોઇપણ કર્મચારી નિવેદન આપવા આવ્યો ન હતો. આ હુકમમાં લખવામાં આવ્યું હતું કે, જો કોઇ કર્મચારી નિવેદન દેવા નહીં આવે તો તેમ સમજવામાં આવશે કે તેઓ નિવેદન આપવા માંગતા નથી. આ બધી રીતથી ગંભીર પ્રશ્ન તપાસ સામે ઉભા થયા છે. ખરેખર તો હવે, ભોગ બનનાર પીડિતાઓ અને કર્મચારીઓને જામનગરના સ્થાનિક તંત્ર પર ભરોસો રહ્યો નથી. જેના કારણે તેઓ નિવેદન આપવા માંગતા નથી કારણ કે, તેમના નિવેદન ફેરવવામાં આવતા હોવાનો વિવાદ ઉભો થયો છે. તેની વચ્ચે હવે જામનગર બહારની કોઇ નિષ્પક્ષ એજન્સી અથવા તો કોર્ટ દ્વારા તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.

મહિલા અગ્રણીઓએ કહ્યું, ભરોસો કેમ કરવો ?
જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણ મામલે મોડે મોડા જાગેલા હોસ્પિટલ તંત્રને યાદ આવ્યું કે, હવે આપણે પણ આપણા કર્મચારીઓને સાંભળવા જોઈએ. જેના માટે થઈ તબીબી અધ્યક્ષે પરિપત્ર બહાર પાડી એટેન્ડન્ટો તથા અન્ય કર્મચારીઓ જેઓ યૌનશોષણ મામલે કંઈ જાણતા હોય કે કહેવા માંગતા હોય તેમને શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ડીન ઓફિસે આવવા જણાવ્યું હતું. પરંતુ જેમ નક્કી હતું તેમ કોઈ ત્યાં ફરક્યું નહીં. મહિલા આગેવાનો અને અમૂક પીડિતાઓ ડીન ઓફિસની બહાર દેખાઈ, પરંતુ અંદર નિવેદન દેવા ગઈ ન હતી. જે સૂચક છે કે, તેમને આ બધી તપાસ સમિતિઓ અને નિવેદનબાજીમાં હવે ભરોસો રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...