તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જમવાનું તો ખૂટી પડ્યું, ઉપરથી અધિકારીની ગેરવર્તણૂંકથી કર્મચારીઆેનો ભારે હોબાળો

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વોર્ડ નં.1 થી 4 ના રીસીવીંગ-ડીસ્પેચીંગ સેન્ટરમાં રવિવારે બનેલી ઘટનાએ ચર્ચા જગાવી
 • કર્મચારીઓએ ઉગ્ર રજૂઆત કરતા અધિકારી ઢીલાઢફ થઇ ગયા, મામલો થાળે પડ્યો

જામ્યુકોની ચૂંટણીમાં વોર્ડ નં.1 થી 4 ના રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટરમાં જમવાનું ખૂટી પડતાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ ભારે ધંધે લાગ્યા હતાં. અધિકારીએ કર્મચારી સાથે ગેરવર્તણૂંક કરતા કર્મચારીઓએ દેકારો બોલાવ્યો હતો.મનપાની ચૂંટણીમાં રવિવારે મતદાન થયું હતું. આ દરમ્યાન વોર્ડ નં 1 થી 4 માટે ડીકેવી કોલેજ ખાતે રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટર રાખવામાં આવ્યું હતું. આ ચાર વોર્ડ માટે રીસીવીંગ અને ડીસ્પેચીંગની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે બપોરના ભોજનની વ્યવસ્થા સંલગ્ન અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.

પરંતુ ભોજન ખૂટી પડતાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ ભારે ધંધે લાગ્યા હતાં. આટલું જ નહીં મતદાન દરમ્યાન એક અધિકારીએ કર્મચારી સાથે ગેરવર્ણતૂંક કરી હતી. આથી અન્ય કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. આટલું જ નહીં કર્મચારીઓ ગેરવર્ણતૂંક કરનાર અધિકારી પાસે દોડી ગયા હતાં અને ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે, અધિકારી ઢીલા ઢફ થતાં મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો