તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય ધમધમાટ:જામનગરમાં મેયરપદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત, બીજી ટર્મ શિડ્યુલ કાસ્ટ

જામનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ પક્ષોએ સમીકરણ માંડવાના શરૂ કરી દીધા, બન્ને ટર્મનું નોટિફિકેશન જાહેર કરાયું
 • ભાજપ જીતે તો મેયરપદ માટે 32 ચહેરા અને કોંગ્રેસ જીતે તો તેની પાસે 31 ચહેરાઓ છે

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મેયર માટેની બે ટર્મનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત બાદના અઢી વર્ષ માટે શિડ્યુલ કાસ્ટ માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે.

ભાજપ પાસે મેયરપદના પ્રથમ ટર્મ માટે 32 મહિલા ચહેરાઓ છે, જ્યારે કોંગ્રેસ પાસે 31 મહિલાઓના ચહેરાઓ છે. નોટિફિકેશન જાહેર થતાંની સાથે જ બંને પક્ષોમાં મહિલાઓ મેયરપદની દાવેદારી માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધુ છે. રાજકીય પક્ષોએ પણ મેયરપદ માટેના ગણિતો માંડવાના શરૂ કરી દીધા છે.

મતદાન મથકો પર કામગીરીની સરકારી કર્મચારીઓને તાલીમ
જામનગરમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર કામગીરીમાં જોતરાયું છે. ચૂંટણીને અનુલક્ષીને જુદી-જુદી સરકારી કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને ફરજોની સોંપણી કરવામાં આવી છે. શહેરમાં મંગળવારે ઓશવાળ સેન્ટરમાં સરકારી કર્મચારઓને મતદાન મથકો પર ચૂંટણી દરમ્યાન થતી કામગીરી કેવી રીતે કરવી તેની તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો