મેયરનું ચેકીંગ:મેયર મનપાના દરવાજા પર જ ઉભા રહી ગયા !

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને સમયસર આવવા તાકીદ કરી

જામનગર મહાપાલિકાની કચેરીના દરવાજા પર મેયરે ચેકીંગ કર્યું હતું. જેમાં મોડા આવનાર કર્મીઓ નીચું જોઇ ફરજ પર ચાલ્યા ગયા હતાં. કર્મીઓને સમયસર ફરજ પર આવવા મેયરે તાકીદ કરી હતી. જામનગર મહાનગર પાલિકામાં ગુરૂવારે સવારે 10.30 આસપાસ મેયર કચેરીના મુખ્ય દરવાજા પાસે ઉભા રહી કચેરીમાં કર્મચારીઓ સમયસર આવે છે કે કેમ? તેની ચકાસણી કરી હતી.

દસેક મિનિટ દરમિયાન સમય કરતા મોડા આવનાર કર્મચારીઓ મેયરને જોતા જ શરમાઈ ગયા હતાં અને ત્યાંથી નીચું જોઇ પોતાની ફરજ માટે ચાલ્યા ગયા હતાં. જો કે, કોઈ કર્મચારીને ઠપકો, નોટીસ વગેરે અપાયા નથી. પરંતુ સંબંધિત શાખા અધિકારીને તમામ સ્ટાફ સમયસર કચેરીમાં આવે તેવી તાકીદ મેયરે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...