વનડે-વન વોર્ડ સફાઈ:જામનગર મહાનગરપાલિકામાં ચાલી રહેલી કામગીરીનું મેયરે નિરીક્ષણ કર્યું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે "વન ડે વન વોર્ડ" મુજબ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે, સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા નિયમિત 1 વોર્ડની સફાઈ કામગીરી કરી ડી.ડી.ટી. પાવડર નો છંટકાવ કરવામાં આવે છે આજે વોર્ડ નં.5 માં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા મેયર સહિતના કોર્પોરેટરો દ્વારા સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરાયું હતું.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી, ઇ.નાયબ કમિશનર ભાવેશ જાનીની સૂચના અનુસાર તેમજ સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશ વરણવાના માર્ગદર્શન મુજબ શહેરના તમામ વોર્ડમાં "વન ડે વન વોર્ડ" સફાઈ ઝુબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વોર્ડ નં.5માં વાલકેશ્વરી વિસ્તારમાં તેમજ મુખ્ય રોડ પર આવતા ખુલ્લા પ્લોટમાં સમૂહ સફાઈ તેમજ ડી.ડી.ટી. પાવડર ડસ્ટીંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં મશીનરી મા 1 જે.સી.બી. ,1 ટ્રેક્ટર અને 54 જેટલા સફાઈ કર્મચારીઓ જોડાયા હતા,આ કામગીરીમાં મેયર તેમજ વોર્ડના સભ્યઓ દ્વારા પણ વિઝિટ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...